રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ૧૨ જેટલા બિનવારસી વાહનો પડતર પડેલ છે અને આજદિન સુધી કોઇ મલિક કે વ્યક્તિએ પોતાનું હોવાનો દાવો કે માંગણી કરેલ નથી. આ વાહનોની જાહેર હરાજીનું તા.૧૨/૧૦/૨૦૨૧ના ૧૨ કલાકે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વાહનના માલિકોએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પડી રહેલ બિનવારસી વાહનોની ખરાઇ કરી પોતે માલીક હોય તો વાહનોના પુરાવા સાથે હાજર રહી પોતાનું વાહન છોડાવી જવા જણાવવામાં આવે છે. જાહેર હરાજી થયા બાદ વાહન અંગે કોઇ પણ દાવો કે માંગણી કરી શકશે નહીં તેમજ આવી માંગણી માન્ય ગણવામાં નહિ આવે. આ હરાજીમાં ભાગ લેવા માંગતા નાગરિકોએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં રૂપિયા ૫૦૦૦/- ડીપોઝીટ પેટે રાજુલા પો.સ્ટે. જમાં કરાવવાના રહેશે અને સમય મર્યાદામાં જે વ્યકિતની ડીપોઝીટ જમા થયેલ હશે એજ વ્યકિત હરાજીમાં ભાગ લઇ શકશે.
૧૨ ઓક્ટોબરના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ૧૨ વાહનોની જાહેર હરાજી યોજાશે

Recent Comments