૧૨ ઓગસ્ટના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર ૧૯ દોડની સ્પર્ધાનું આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલા જિલ્લાઓની એથ્લેટિકસ જિલ્લા કક્ષાની અંડર ૧૯ સ્પર્ધા યોજવાની થાય છે. જે અન્યવે ગાંધીનગર સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં ૧૨/૦૮/૨૦૨૧ના રોજ એથ્લેટિકસ રમતની અંડર ૧૯ ભાઈઓની ૧૦૦ મી, ૨૦૦ મી, ૪૦૦ મી, ૮૦૦ મી અને ૧૫૦૦ મી દોડની સ્પર્ધા યોજવાનું આયોજન છે.
જેમાં એક ખેલાડી કોઈપણ એક ઇવેન્ટમાં ભાગ લઇ શકશે. જેમાં અમરેલી જિલ્લા ખાતે ૧૨/૦૮/૨૦૨૧ નારોજ ભાઈઓની અંડર-૧૯ (તા.૧૫/૦૮/૨૦૦૨ થી ૧૪/૦૮/૨૦૦૭) જન્મેલા તમામ રસ ધરાવતા ખેલાડીઓને અમરેલી જિલ્લા સિનીયર કોચશ્રી કચેરીમાં ટેલીફોનીક નંબર પર ૧૧/૦૮/૨૦૨૧ સાંજના ૬:૩૦ વાગ્યા સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા સિનીયર કોચ કચેરી અમરેલી ૦૨૭૯૧-૨૨૧૯૬૧ પર સંપર્ક કરવાનો રહેશે. દરેક ખેલાડીએ આધારકાર્ડની નકલ અને ૧ પાસપોર્ટ સાઈઝફોટો સાથે લાવવાનો રહેશે. જિલ્લા કક્ષા ઇવેન્ટમાં પ્રથમ આવનાર ખેલાડી ઝોન કક્ષાએ રમવા જશે. ભાઈઓ માટે ૧૪/૦૮/૨૦૨૧ ના રોજ ઝોનકક્ષાની સ્પર્ધા રમત સંકુલ જુનાગઢ ખાતે યોજવામાં આવશે. પાલન કરવાનું રહેશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોવીડ-૧૯ની સરકારની વખતો-વખતની ગાઈડલાઈનનું સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments