૧૨ ઓગસ્ટ વિજ્ઞાન દિવસ / “કૂતરું તાણે ગામ ભણે શિયાળ તાણે સિમ ભણે” વૈજ્ઞાનિક આવિષ્કાર આશીર્વાદ રૂપ પણ સવિવેક ઉપીયોગ ક્યાં? અમલથી બદનામને અધકચરો અમલ ક્યાં સુધી
દેશ માં દર વર્ષ ની ૧૨ ઓગસ્ટ ના રોજ વિજ્ઞાન દિવસ ઉજવાય છે નાસા અને ઈસરો કાપડ સંશોધન અટીરા જેવી વૈજ્ઞાનિક સંસ્થા અને ભવિષ્ય ની દુરંદેશી એ સર સી. વી. રામન ડો હોમીભાભા ડો વિક્રમ સારાભાઈ સહિત જગત ના અનેકો વૈજ્ઞાનિકો એ માનવ જીવન ના ભૌતિક સુખ સગવડો માટે અસંખ્ય આવિષ્કાર શોધી લોકભોગ્ય બનાવ્યા પણ આપણે વૈજ્ઞાનિક શોધ સંશોધન નો સવિવેક ઉપીયોગ કરી છીએ ખરા? કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચ કરી ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ માટે વૈજ્ઞાનિક અભિગમ કેટલો કારગત નીવડ્યો ? પરમાણુ ઉર્જા સેટેલાઇટ ઉપગ્રહ સંદેશા વહેવારો કોમ્યુટર સિસ્ટમ દરેક કચેરી ઓમાં અતિ અદ્યતન અપગ્રેશન બેન્કિંગ સેવા થી લઈ અન્ન પુરવઠા વિતરણ મુસાફરી બુકિંગ થી લઈ જનસેવા કેન્દ્રો મેડિકલ સુવિધા ઓ વાહન વહેવારો માં જી પી એસ સી સિસ્ટમ ઇ મેમો ઓન લાઈન શિક્ષણ સહિત તમામ વ્યવસ્થા માં વૈજ્ઞાનિક અભિગમ પાછળ ઉદેશ બહુ સારા છે પણ આપણી ભ્રષ્ટ સિસ્ટમ અમલ થી બદનામ અને અધકચરો અમલ તમામ જગ્યા એ વૈજ્ઞાનિક ઉપીયોગ પછી પણ ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા ક્યાં છે ?
ડીફેન્સ ઓફસેટ સિકયુરીટી વીજીલન્સ નેટવર્ક ટેકનોસેવી યુવાનો માટે બહુહેતુક ક્રાઈમ ડીટેકશન માટે આશીર્વાદ રૂપ છે પણ “કુતરૂ તાણે ગામ ભણે શિયાળ તાણે સીમ ભણે” ઉચ્ચતર જીવન ભૌતિક સુખ સગવડ માટે બહુહેતુક કોમ્યુટર આઈટી તાલીમ અને ટેકનોસેવી સરકારનું પ્રથમ પગલું ડીફેન્સ ઓફસેટ રક્ષાદળોના શસ્ત્ર યુવાનો મળે તેવા અભિગમ અપનાવી દેશ ને ગુના મુક્ત કરવા નેત્રમ સીસી ટીવી કેમરા સરંજામ ઉત્પાદકની આંતરરાષ્ટ્રીય પરિષદમાં શુભ ઉદેશથી ક્રાઈમ ડીટેકશનમાં ઉત્પાદનોના મેન્યુફેકચર્સને ગુજરાત આવવા આહવાન કરાયું ટેકનોલોજી સંચાલીત વીજીલન્સ સર્વેલન્સ પ્રોજેકટ સ્વાવલંબી રક્ષા ઉત્પાદનો સંશોધનો સમયની માંગ છે ખુબજ આશીર્વાદ રૂપ નીવડશે પ્રશિક્ષીત માનવ સંશાધન વિકાસ માટે ઉજળી આશા સીસી ટીવી ટેકનોલોજી સંચાલિત સુરક્ષા પ્રોજેકટ સાંસદના સત્રમાં રેલવે બજેટમાં જુદી જુદી માંગણીઓ માનવ સમાજ માટે આશીર્વાદ રૂપ સુરક્ષા માટે અભિનવ છે ત્યારે દેશ ના સાંસદો શું કરી શકે છે તેના પર પ્રોજેકટ નાગરિક સુરક્ષા માટે વિશ્વસનીય સતર્કતા અને દેશ ભરની પ્રજાની મીટ મંડાયેલી છે સુરક્ષા ની સુસજજતા માટેની ટેકનોલોજીની પહેલ દિશા દર્શક છે પ્રમાદી વ્યવસ્થા નું અંધારું અપુરતી બુકીંગ બારી રેલવે સ્ટેશનો પર સીકયોરીટી વીજીલન્સ નેટવર્ક અભાવ પોલીસ ની અસ્વચ્છતા લોકલ ટ્રેનોમાં પંખા લાઈટ બંધ પ્લેટફોર્મ ભરતી થી માંડી કોસ્ટેબલથી લઈ ઈન્સ્પેકટર ભરતી સુધી અકસ્માત નોતરે તેવા મોટર મેનની કે ટેકનીકલ સ્ટાફની અછત ઇ બેન્કિંગ સેવા પહેલા સાયબર સેલ સતર્ક ક્યાં ? બિલાડી ના ટોપ જેમ ખાનગી લાયસન્સ સેવા ને ઇ લાયસન્સ માં તબદીલ કર્યા પછી માર્ગ અકસ્માતો ક્યાં ઘટ્યા? જરૂર છે વૈજ્ઞાનિક આવિષ્કાર નો સવિવેક ઉપીયોગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વાણી સ્વતંત્રતા અભીવ્યક્ત ના અધિકાર આપે છે પણ સાથે અફવા પ્રોન સાઈડ પણ પ્લે સ્ટોર ની અનેકો એપ્સ ઉપર કોઈ આદર્શ આચારસંહિતા ખરી ? જગત ના મહાન વૈજ્ઞાનિકો એ સમગ્ર જીવન લેબો સાયન્સ સેન્ટરો સંશોધન કેન્દ્રો માં વિતાવી આયખું અર્પણ કર્યું તેવા વૈજ્ઞાનિકો ને આજે ખરા હદય પૂર્વક નમન માનવ જીવન નો ઉત્તમોત્તમ સુખ સુવિધા માટે કરેલ આવિષ્કાર નો ઉપીયોગ સભાનતા પૂર્વક કરી એ એજ મહાન વૈજ્ઞાનિકો ને ખરી પુષ્પાજંલી છે
Recent Comments