fbpx
ભાવનગર

૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વિરોધી રસીથી સંરક્ષિત કરવાનું રાજ્ય અને કેન્દ્ર સરકારનું કાર્ય સરાહનીય- પીપળીયા ગામના મેહુલભાઇ પરમાર

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી સંરક્ષિત થવું જરૂરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ બાબતને પારખીને પહેલાં કોરોના વોરિયર્સ અને સિનિયર સિટીઝનોને સંરક્ષિત કર્યા બાદ જેને કોરોના થયો જ નથી અથવા જે યુવા સારી રોગપ્રતિકાર રસી ધરાવે છે તેવાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું રસીકરણ કરવાનો આજથી પ્રારંભ થયો છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારનું સરાહનીય પગલું છે તેમ ભાવનગરના પીપળીયા ગામના મેહુલભાઇ પરમારે જણાવ્યું હતુ.

આ યુવા વર્ગ ભારતનું ભવિષ્ય છે ત્યારે તેને કોરોના વિરોધી રસી આપવી જરૂરી છે. અમારા જેવાં વાલીઓ માટે આનાથી વધુ આનંદની વાત કઇ હોઇ શકે તેમ તેઓ જણાવે છે.

જે બાળકોને કોરોના થયો જ નથી છતાં તેમને રસી આપીને સંરક્ષિત કરવામાં આવી રહ્યાં છે ત્યારે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ તેમણે પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts