fbpx
ગુજરાત

૧૨ રાજ્યે સ્પુતનિક-વીના ૪૪,૦૦૦ ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં ફક્ત ૧૨૦૦ જ

કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ રાજ્યમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-વી મળવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં સુરતની કિરણ હોસ્પિટલ તથા અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને સ્પુતનિક-વી વેક્સિનના ૧૨૦૦ ડોઝ મળ્યા છે. છેલ્લા ૩ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૩૩૬ લોકોને સ્પુતનિક-વી વેક્સિન અપાઈ છે, જેમાં અમદાવાદમાં ૧૭૫ અને સુરતમાં ૧૬૧ લોકોએ રસી લીધી. અમદાવાદમાં ૪૨૫ અને સુરતમાં ૪૩૯ ડોઝ સ્ટોક ઉપલબ્ધ છે.

હાલમાં સ્પુતનિક-વી રસી ઈન્ડસ્ટ્રીઝ સાથે જાેડાયેલા લોકોને અપાઈ રહી છે. હજુ સુધી જનરલ પબ્લિક માટે એની શરૂઆત થઈ નથી. ડો. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદ તરફથી રસીનો સ્ટોક મળશે તેમ તેમ જનરલ પબ્લિકને પણ રશિયન રસી મળશે.


રશિયન વેક્સિન સ્પુતનિક-વીનો વપરાશ કરવામાં ગુજરાત ઘણું પાછળ છે. ગત અઠવાડિયાના રિપોર્ટ મુજબ, સ્પુતનિક-વીના ૮૫,૪૮૫ ડોઝ ૧૨ રાજ્યે મેળવ્યા હતા, જેમાં ગુજરાતે એકપણ ડોઝ મેળવ્યો ન હતો. આ વેક્સિનના જે ડોઝ રાજ્યોને ફાળવાયા છે એમાંથી ૪૪,૧૦૫ ડોઝ લોકોને આપી પણ દેવાયા છે. સ્પુતનિક-વીના સૌથી વધુ ૪૪,૫૬૫ ડોઝ તેલંગણાએ મેળવ્યા હતા, જ્યારે આંધ્રપ્રદેશને ૧૫,૮૦૦, કર્ણાટકે ૬૦૦૦, પશ્ચિમ બંગાળે ૪૮૦૦, હિમાચલ પ્રદેશે ૪૫૦૦, મહારાષ્ટ્રે ૩૦૦૦ અને તામિલનાડુએ ૩૩૦૦ ડોઝ મેળવ્યા હતા, જ્યારે ગુજરાતમાં ૧લી જુલાઈના રોજ સ્પુતનિક-વીના કુલ ૧૨૦૦ ડોઝ આવ્યા છે.

સ્પુતનિક-વી ખાનગી હોસ્પિટલને પ્રત્યેક ડોઝ રૂ. ૯૪૮માં મળશે, જેની ઉપર ૫ ટકા જીએસટી લેખે રૂ. ૪૭ ટેક્સ લાગશે. ખાનગી હોસ્પિટલ ડોઝદીઠ મહત્તમ રૂ. ૧૫૦ ચાર્જ લઈ શકશે, એટલે સ્પુતનિક-વીનો એક ડોઝ રૂ. ૧૧૪૫માં મળશે.

મહત્ત્વનું છે કે કોવીશિલ્ડ અને કોવેક્સિનનો બીજાે ડોઝ આ વેક્સિનોની અછત હોઈ ૮૪ દિવસ પછી લોકોને મળી રહ્યો છે, ત્યારે સ્પુતનિક-વીનો બીજાે ડોઝ માત્ર ૨૧થી ૨૮ દિવસમાં લઈ શકાશે. આમ, બંને ડોઝનો કોર્સ ૨૧થી ૨૮ દિવસ વચ્ચે પૂરો થઈ જતો હોઈ વેક્સિન ખરીદી શકે તે વર્ગમાં અને યુવા વર્ગમાં આ રશિયન વેક્સિનનું ખાસ્સું આકર્ષણ છે, તેથી રાજ્ય સરકારે આ વેક્સિન મોટે પાયે રાજ્યમાં આવે એવી વ્યવસ્થા ગોઠવવી જાેઈએ, એવો સૂર સામાન્ય જનતામાં વ્યક્ત થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts