ગુજરાત

૧૨ લાખ રેલવે કર્મચારીઓને બોનસ સ્વરૂપે મળશે ૭૮ દિવસનો પગાર

કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓને દિવાળી પહેલા જ બોનસની ભેટ આપી છે. આજે ૧૮ ઓક્ટોબરને બુધવારે, જાહેરાત કરતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, રેલવે કર્મચારીઓને તેમના ૭૮ દિવસના પગારની બરાબર બોનસ મળશે. સરકારના આ પગલાથી નેશનલ ટ્રાન્સપોર્ટરના ૧૧.૦૭ લાખથી વધુ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બોનસની ચૂકવણીથી સરકારી તિજાેરી પર રૂ. ૧૯૬૮.૮૭ કરોડનો બોજ પડવાની ધારણા છે. બોનસની જાહેરાત કરતાં, માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે,

“વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ પાત્ર નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૭૮ દિવસના વેતનની સમકક્ષ ઉત્પાદકતા લિંક્ડ બોનસ (ઁન્મ્)ને મંજૂરી આપી છે. સરકારના બોનસ આપવાના ર્નિણયથી રેલવેના ઇઁહ્લ અને ઇઁજીહ્લ કર્મચારીઓ સિવાય ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઈલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્‌સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘ઝ્ર’ સ્ટાફને બોનસનો ફાયદો થશે. સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, બોનસની ચૂકવણીથી સરકારી તિજાેરી પર રૂ. ૧,૯૬૮.૮૭ કરોડનો બોજ પડવાની ધારણા છે.

Related Posts