fbpx
ગુજરાત

૧૨ લોકોના મોતના મામલે કારખાનેદાર સહિત આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજ્યમાં શોકની લાગણી વેહતી થઇ હતી તેવી ઘટના કે જેમાં હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨-૧૨ શ્રમિકોના મૃત્યુ મામલે અંતે હળવદ પોલીસ મથકમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ દુર્ઘટનામાં પિતા અને બહેન ગુમાવનારા અને ઘટનાને નજરે જાેનારા શ્રમિકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલિક, સંચાલકો, સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ જાણી જાેઈને માનવ જીંદગી જાેખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ ૩૩ તેમજ ૧૪ મુજબ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.૧૮ના ધસી પડતા ૧૨ શ્રમિકોના કમકમાટીભર્યો મોતના મામલે આ ઘટનાને નજરે નિહાળનારા અને પિતા તેમજ બેન ગુમાવનારા મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખુ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલ અલારખાભાઇ ઘોણીયા, રાજેશ મહેંદ્રકુમાર જૈન, કિશન લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મા કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ સંજય ચુનીલાલ ખત્રી, મનોજ રેવાભાઇ સનુરા, આસીફ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલ્લે તે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે, છતાં દીવાલની લગોલગ મીઠુ ભરેલી બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્પીઓ કરાવી વધુ બોરીઓ તેજ થપ્પામાં નખાવવાનુ ચાલુ રાખતા હતા. જેથી દીવાલ ધસી પડતા માથાના તથા શરીરના ભાગે ઇજા થતા મૃત્યુ થયેલા અને તેમજ સંજય રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડને શરીર ઉપર ગંભીર ઇજા થયેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts