અમરેલી

૧૪માં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ-૨૪માં સરકારી સાયન્સ કોલેજ બગસરાના વિદ્યાર્થીઓએ સાયન્ટીફીક પોસ્ટર્સ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો  

તાજેતરમાં ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે ૧૪માં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ-૨૪ યોજાયુ હતુ. સરકારી સાયન્સ કોલેજ બગસરાના વિદ્યાર્થીઓએ આ સિમ્પોઝિયમમાં ભાગ લઈને સાયન્ટીફીક પોસ્ટર્સનું પ્રદર્શન રજૂ કર્યુ હતુ. તમામ વિદ્યાર્થીઓએ કુલ ૪ પોસ્ટર્સ રજૂ કર્યા હતા. રાઠોડ મહેક અને દાફડા પાયલના સાયન્સ ઓફ એડિક્ષનના પોસ્ટરને અંડર ગ્રેજ્યુએટ લેવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયુ હતુ અને તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટર્સ યુવાઓમાં ડ્રગ્સ અને નશીલી દવાઓના વ્યસનને લઈને જાગૃત્તિ ફેલાવવામાં મદદ કરે છે.

બગસરા સરકારી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિને લઈને આચાર્ય શ્રી ડો.આર.પી.ભટ્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિજેતા પોસ્ટર્સ મેકર્સ એવા વિદ્યાર્થીઓને કોલેજના પ્રાધ્યાપક શ્રી ડો.નિલય પંડ્યા, ડો.ગોપાલ રાઠોડ, શ્રી પાર્થ ડોડિયા, કુ. પ્રીયંદા સનુરા, ઉપરાંત બહાઉદ્દીન કોલેજના માનદ પ્રાધ્યાપક શ્રી ડો.મનીષ જાની, ડો.પરેશ પોરીયા, ડો.ચિત્તરંજન, ડો.ધવલ મહેતા, ડો.અજય સહિતની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત વિદ્યાર્થીઓ સહિત પ્રાધ્યાપકોની સહીયારી મહેનતનું આ પરિણામ છે તેમ આચાર્ય સરકારી સાયન્સ કોલેજ,બગસરાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts