રાષ્ટ્રીય

૧૪મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવશે

ભાગલાનું દુઃખ ક્યારેય ભૂલી નહીં શકાય, લાખો ભાઈઓ-બહેનોને બેઘર થવું પડ્યું હતુંઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો ર્નિણય લીધો છે. આ વાત પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહી છે. પીએમ મોદીએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ હતું. તેના બલિદાનની યાદમાં ૧૪ ઓગસ્ટને વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્‌વીટમાં લખ્યુ- ‘દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલાવી શકાય નહીં. નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ૧૪ ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઈંઁટ્ઠિંૈંર્ૈહૐર્િિર્જિઇીદ્બીદ્બહ્વટ્ઠિહષ્ઠીડ્ઢટ્ઠઅ આ દિવસ આપણે ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે ન માત્ર પ્રેરિત કરશે, પરંતુ તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ મજબૂત થશે.’

તમને યાદ અપાવી દઈએ કે દેશના ઈતિહાસમાં ૧૪ ઓગસ્ટની તારીખ આંસુઓથી લખવામાં આવી છે. આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન થયું અને એક પૃથક રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વિભાજનથી ન માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના બે ટૂકડા થયા પરંતુ બંગાળનું પણ વિભાજન થયું અને બંગાળનો પૂર્વ ભાગ ભારતથી અલગ થઈ પૂર્વી પાકિસ્તાન બની ગયો, જે ૧૯૭૧ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યો હતો.

કહેવા માટે તો આ દેશનું વિભાજન હતું, પરંતુ હકીકતમાં આ દિલોનું, પરિવારોનું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું. ભારતના માતાની છાતી પર વિભાજનનો આ ઘાવ સદીઓ સુધી રહેશે અને આવનારી પેઢી આ તારીખના સૌથી દર્દનાક અને રક્તરંજિત દિવસની ટીસ અનુભવતી રહેશે.

Related Posts