લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૧૬-૦૩-૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૪-૦૬-૨૦૨૪ના રોજ મતગણતરી પ્રક્રિયા યોજાશે. જે અન્વયે મતગણતરીની પ્રક્રિયાની દેખરેખ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧૪-અમરેલી લોકસભા બેઠક માટે ૦૨ કાઉન્ટીંગ નિરીક્ષકશ્રીની નિમણુક કરવામાં આવી છે.
આ પ્રક્રિયા અંતર્ગત ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મતવિસ્તાર, ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તાર, ૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તાર, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તાર અને પોસ્ટલ બેલેટની મતગણતરી પ્રક્રિયાની દેખરેખ શ્રી એમ.કે.દ્રાબુની કાઉન્ટીંગ નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે. ૯૫-અમરેલી-કુંકાવાવ-વડીયા વિધાનસભા મતવિસ્તાર, ૯૭-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર અને ૯૮-રાજુલા-જાફરબાદ વિધાનસભા મતવિસ્તારની મતગણતરીની પ્રક્રિયાની દેખરેખ માટે શ્રી અરવિંદ સારશ્વતની નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે.
બંને નિરીક્ષકશ્રી આ ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા સુધી જિલ્લામાં ઉપસ્થિત રહેશે, તેમ અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments