fbpx
રાષ્ટ્રીય

૧૪ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ જાગો ગ્રાહક જાગો

વિશ્વ માનક દિવસ ઉત્પાદક થી ઉપભોગતા સુધી પહોંચતા કોઈપણ દ્રવ્ય નું માપ વજન અને ગુણવત્તા સાથે ચૂકવેલ નાણાં નું વળતર મેળવવું એ ગ્રાહકો નો કુદરતી અને બંધારણીય હક્ક અધિકાર છે આપણી મોટા ભાગ ની ખરીદી મહિલા આધારિત વધુ છે આના માટે જાગો ગ્રાહક જાગો થી રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પણ ઉજવાય છે અનેકો જાગૃતિ કાર્યક્રમો થતા રહે છે તેમ છતાં છેતરતા ગ્રાહકો ને જાગૃત કરવા વિશ્વ માનક દિવસ ઉજવાય છે  ત્રાજવાની નીચે લોહચુંબક રાખીને અથવા પગ વડે દોરી ખેંચીને કે અન્ય યુક્તિઓ દ્વારા તોલમાપમાં ગોલમાલ કરવાના નુસખાઓની સામે હવે ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટા આવી જતાં એક નવી ક્રાંતિ થઈ છે.

આમ છતાં ‘પેકિંગ સમયે વજન’ જેવી છટકબારીઓનો લાભ લઈને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સામે પણ જાગૃતિ વધતી જાય છે. સમગ્ર વિશ્વમાં તોલમાપ પ્રત્યે એકવાક્યતા આવે તે માટે દશાંશ પદ્ધતિથી ગણતરી છતાં હજી પ્રવાહી વસ્તુઓને લિટરને બદલે કિલોમાં આપવાની પ્રથાને કારણે ઘણીવાર ગ્રાહકો છેતરાઈ જાય છે. તોલમાપમાં ગ્રાહકોને કોઈ નુકસાન ન થાય તે માટે વિશ્વસ્તરે થઈ રહેલા પ્રયાસોની જાણકારી ત્રીજા વિશ્વના દેશોમાં વધુ વ્યાપક સ્તરે પ્રસારિત થાય તે જરૂરી છે. આથી દર વર્ષે ૧૪ ઑક્ટોબરે વિશ્વ માનક દિવસ ઊજવવામાં આવે છે.ગુણવત્તા અને તોલમાપની તેમજ પુથકરણ પ્રક્રિયા પેકિંગ સર્ટીફિકેશન ઓફ ટેગ સહિત ની જાગૃતિ પછી પણ ગોલમાલના કારણે ગ્રાહકો છેતરાય છે, લૂંટાય છે છતાં ગ્રાહકો તેમના અધિકાર પ્રત્યે જાગૃત નથી અને ફરિયાદ પણ કરતા નથી તે ખેદજનક છે.

સારી કંપનીના પેકેટમાં પણ વજન કેટલીકવાર ઓછું મળે છે. ગેસના બાટલા પણ વજન કરીને જ લેવા જોઈએ, કેમ કે તેમાં પણ ઘણીવાર વજન ઓછું હોય છે. કાયદા, કાનૂન, વહીવટીતંત્ર છે પણ તેને કામ કરતા કરવાની જવાબદારી જાગૃત લોકોની છે અનેક ધારા ધોરણો કાયદા નીતિ ઓ નિયંત્રણ છતાં સરવાળે ગ્રાહક જ છેતરપીંડી નો ભોગ બનતા રહે છે માપદંડ નક્કી કરતી તલમાપ વિજ્ઞાન ની કચેરી નું માપદંડ કોણ કરશે ? કાંટા છાપવા આવતા તંત્ર નું માપ કરાય છે ખરું ? 

Follow Me:

Related Posts