fbpx
ગુજરાત

૧૪-૧૫ ઓક્ટોબરે અમિત શાહ ગુજરાત આવશે

આગામી ૧૪ ઓક્ટોબર ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાવવાની છે, આ મેચ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, હવે રિપોર્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી શકે છે, અમિત શાહ આ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ જાેવા મોદી સ્ટેડિયમ જઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે,

આગામી ૧૪મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ જાેવા અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે. ખાસ વાત છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે, ૧૪ અને ૧૫ ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. આમાં પહેલા નોરતે અમિત શાહ માણસામાં પોતાના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે કુળદેવીની પૂજા -અર્ચના કરશે. પોતાના લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે. આની સાથે સાથે અમિત શાહ ૧૪ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ જાેવા મોદી સ્ટેડિયમમાં પણ જાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts