ગુજરાત

૧૫મી ઓગસ્ટના દિવસે ફાયરિંગ કરનાર ૩ લોકોની અટકાયત કરી

મહેમદાવાદના વરસોલા-વમાલી રોડ પર આવેલી પ્રજાપતિ આર્યન એન્ડ સ્ટીલ પ્રા. લિ નો હોવાનું બહાર આવ્યું હતું. જેની તપાસ કરતા કંપનીના માલિક કૈલાશ પ્રજાપતિએ ફાયરિંગ કર્યુ હતુ તેમજ કંપનીમાં કામ કરતા રામબાબુ સત્યપ્રકાશ બેનીવાલ અને આનંદમોહન સુધીરકુમાર સીંગની ફાયરિંગમાં સંડોવણી બહાર આવી હતી. પોલીસ ટીમે તપાસ કરતા બંદુકનુ લાઇસન્સ અમદાવાદ જિલ્લાનું હોવાનું અને તેને ખેડા જિલ્લાના મહેમદાવાદના વરસોલામાં ફાયરિંગ કરતા ગુનો નોંધી ત્રણેય વ્યક્તિની ધરપકડ કરી ફાયરિંગ કરેલી બંદુક એફ. એસ. એલમાં તપાસ અર્થે મોકલી છે.ખેડા જિલ્લામાં તા.૨૩ ઓગસ્ટના રોજ સોશિયલ મિડિયામાં ફાયરિંગ કરતો વિડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કંપની માલિક સહિત ત્રણની ધરપકડ કરી છે. મહેમદાવાદના વરસોલા-વમાલી રોડ પર આવેલી કંપનીમાં તા. ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Related Posts