ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. આગામી ૧૨ સપ્ટેમ્બરથી ૧૫મી ગુજરાત વિધાનસભાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ૧૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે. તેમજ, ૧૩ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની ઈ-છજજીદ્બહ્વઙ્મઅ નું કરશે લોકાર્પણ પણ કરશે. ગુજરાત વિધાનસભાના નિમંત્રણથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે.
આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે. ૧૫મી વિધાનસભાનુ પ્રથમ ચોમાસુ સત્ર ડિજિટલ ી-વિધાન સત્રનો આરંભ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ૧૨મી સપ્ટેમ્બરને સવારે કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ૧૫મી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યે બોલાવવા માટે આહ્વાન કર્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકુ સત્ર બની રહેશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે વિધેયક રજૂ કરવામાં આવશે. એક મેડિકલ યુનિવર્સિટીનું બિલ અને કોમન યુનિવર્સિટીનું બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ થશે.
Recent Comments