ભાવનગર

૧૫૯ ટીમોએ કનેક્શન ચેક કરતા ૪૪૪ સ્થળોએથી ગેરરીતી સામે આવતા વીજ તંત્ર દ્વારા ગ્રાહકોને દંડ ફટકાર્યો

રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સુચનાથી ભાવનગર વર્તુળ કચેરી વિસ્તારમાં ૨૦ જુનથી ૨૪ જુન દરમિયાન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત વીજ દરોડા પાડવામાં આવેલા હતા. જેમાં ૧૫૯ ટીમોએ ૧૮૧૨ કનેક્શન ચેક કરતા ૪૪૪ સ્થળોએથી ગેરરીતી સામે આવી હતી. જેમાં ૧ કરોડ ૨૨ લાખની વીજચોરી ઝડપી લેવામાં સફળતા મળી છે. ભાવનગર જિલ્લાભરમાં વીજ કંપનનીના આ વ્યાપક દરોડાથી વીજચોરોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સુચનાથી પાંચ દિવસમાં ભાવનગર જિલ્લાના ઘોઘા, ભાવનગર, તળાજા, પાલીતાણા, ગારીયાધાર, મહુવા, જેસર, શિહોર, વલ્લભીપુર તાલુકાના વિવિધ ગામોમાં ૧૫૯ ટીમોએ ૧૮૧૨ કનેક્શન ચેક કાર્ય હતા દરમ્યાન ૪૪૪ સ્થળોએથી ગેરરીતી સામે આવી હતી જેમાં ૧૨૨ લાખની વીજચોરી ઝડપી લેવામાં તંત્રને સફળતા પ્રાપ્ત થઇ છે. વીજ તંત્ર દ્વારા આ તમામ ગ્રાહકોને રૂ ૧ કરોડ ૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Related Posts