fbpx
રાષ્ટ્રીય

૧૫ કરોડની લાંચનો આરોપ. મુંબઇના પૂર્વ પો.કમિશ્નર પરમબીર સિંહ વિરુદ્ધ FIR દાખલ

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં ૧૫ કરોડની લાંચનો આરોપ લગાવાયો છે.

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદો નિપટાવવાના બદલામાં તેમના પાસેથી ૧૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી.

આ એફઆઈઆરમાં મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ ઉપરાંત ૫ અન્ય પોલીસકર્મીઓ અને ૨ સામાન્ય નાગરિકોના નામ સામેલ છે. મતલબ કે કુલ ૮ લોકોના નામે આ એફઆઈઆર થઈ છે. એફઆઈઆરમાં જે પોલીસ કર્મચારીઓના નામ છે તે પૈકીના એક મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મી ક્રાઈમ બ્રાંચના અલગ અલગ યુનિટ્‌સમાં ઈન્સપેક્ટર રેન્ક પર તૈનાત છે.

આ મામલે જે ૨ નાગરિકોના નામ આવ્યા છે તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જાેકે હજુ સુધી કોઈ પોલીસ કર્મચારીની ધરપકડ નથી કરાઈ.

Follow Me:

Related Posts