fbpx
ભાવનગર

૧૫ થી ૨૦ અને ૨૧ થી ૨૯ વર્ષના કલાકારો માટે યુવા ઉત્સવ સ્પર્ધાના વકતૃત્વનાં વિષયો બહાર પડાયાં

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર વિસ્તારનાં કલાકારો માટે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા ૧૫ થી ૨૦ વર્ષ વિભાગ – અ અને ૨૧ થી ૨૯ વર્ષ વિભાગ- બ માં જે કલાકારે ભાગ લેવા માટેની અરજી કરેલ છે તે કલાકાર યુવક-યુવતીએ વિષયો ધ્યાને લઈને કોઈ એક વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં તા.૧૧-૦૯-૨૦૨૨ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે નાઇસ ધ પ્રાયમરી સ્કૂલ, કાળિયાબીડ, ભાવનગર ખાતે હાજર રહેવાનુ રહેશે. 

            ‘અ’ વિભાગ – ૧૫ થી ૨૦ વર્ષના વિષયો (૧) સ્વચ્છ ભારત અભિયાનમાં મારૂ યોગદાન, (૨) આધ્યાત્મિક ભારતના શિલ્પી સ્વામી વિવેકાનંદનું આધ્યાત્મિક દર્શન, (૩) જીવનમાં યોગ અને રમત ગમતનું મહત્વ, (૪) એક સારૂ પુસ્તક વ્યક્તિને પસ્તી થતાં બચાવે છે.

            ‘બ’ વિભાગ – ૨૧ થી ૨૯ વર્ષના વિષયો (૧) કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો, (૨) આઝાદ હિન્દ ફોજનું રાષ્ટ્રીય પ્રદાન, (૩) મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું આઝાદ ભારત નિર્માણમાં ભૂમિકા અને પ્રસ્તુતતા (૪) અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા. 

          આ સ્પર્ધા અંગે તમામ માહિતી કચેરીના બ્લોગ એડ્રેસ :- dsosportsbvr.blogspot.com  પરથી જાણી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts