fbpx
ભાવનગર

૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું ભાવનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્યકક્ષાએ કરવાનું નક્કી કરેલ છે.

તદઅનુસાર તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

જેમાં ભાવનગર જિલ્લાના શહેરકક્ષાના અને ગ્રામ્યકક્ષાના યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૭ દિવસ માટે ૩૦ યુવક યુવતીઓ માટે યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર માહે-નવેમ્બર માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના યુવક નેતૃત્વ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજ્જ્ઞો દ્વારા વિવિધ સમાજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.

જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મીક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. 

આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓએ ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી મેળવી તા.૦૫/૧૧/૨૦૨૨ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર કચેરીએ પહોંચતું કરવાનું રહેશે.

Follow Me:

Related Posts