૧૫ વર્ષીય દીકરીને તાત્કાલિક લોહી આપી રાંદેર પોલીસે જીંદગી બચાવી લીધીમ્ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી હોસ્પિટલ પહોંચી ગયા
પોલીસને મોટેભાગે તેની કડકાઈ માટે ઓળખવામાં આવે છે પણ સુરત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પડ્યું છે જેના કારણે ખાખીને સલામ કરવાની ઈચ્છા થશે.રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૧૫ વર્ષની બાળકીનો લોહી વગર જીવ જાેખમમાં મુકાતા પોલીસકર્મીઓએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો
જેમાં ૧૫ વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી હતી. આ વાત રાંદેર પોલીસ સમક્ષ થઇ હોવાથી પોલીસે તુરંત પોતાના ગ્રુપમાં મ્ હ્લિીજર ર્ડ્ઢર્હિ (જીડ્ઢઁ)ની જરૂર હોવાનો મેસેજ મુક્યો હતો. બાળકીનો જીવ જાેખમમાં હોવાથી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇ કામ પડતું મૂકી સીધા બ્લડ બેન્ક પહોંચી ગયા હતા.પોલીસકર્મીઓએ સમયસર બાળકી માટે રક્ત તથા સેલ ડોનેટ કરી તેનો જીવ બચાવી લીધો હતો. રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે આ મેસેજ મળતા તુરંત મ્ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી કિરણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
Recent Comments