fbpx
ગુજરાત

૧૬ દિવસ સુધી બંધ રહેશે ડાકોર ટ્રેન

ડાકોર જવા માટે આણંદ જંક્શન અને ડાકોર વચ્ચે ૭ મેમુ ટ્રેનો દોડે છે. આણંદ જંક્શન અને ડાકોર વચ્ચેની પ્રથમ ટ્રેન આનંદ ગોધરા એસપીએલ ૦૫.૧૦ વાગ્યે ઉપડે છે અને ટ્રેન દરરોજ ચાલે છે. ગોધરા આણંદની આ મેમુ ટ્રેન ૧૬ દિવસ સુધી બંધ રહેવાની છે. તેનું કારણ એ છે કે સિંગલ રેલવે ટ્રેક ને ડબલ લાઇન કરવા માટેની કામગીરી ચાલુ હોવાના કારણે. આ ટ્રેન ૨૦ મે થી ૪ જૂન સુધી મેમુ ટ્રેન બંધ કરવામાં આવી છે. ગોધરાથી આણંદને જોડતો વાયા ડાકોર સિંગર ટ્રેક ડબલ કરવામાં આવશે. રોજ આ ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને હાલાકી પડી શકે છે તેમજ ફરવા જતાં પ્રવાસીઓને આ ટ્રેનનો લાભ મળી શકશે નહીં. મેગા બ્લોકને કારણે આ રૂટ પરની અન્ય ગુડ્‌સ ટ્રેન પણ પ્રભાવિત થશે. ૨૦ મેથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા-આણંદ મેમુ, આણંદ-ગોધરા મેમુ, ડાકોર-આણંદ અને આણંદ-ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી ૧૬ દિવસ સુધી બંધ રહેવાની છે.

Follow Me:

Related Posts