સૌરાષ્ટ - કચ્છ

’૧૬ લાખનો પગાર અને ગ્રેજયુઈટીના ૧૬ લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ’,

મૂળ રાજકોટના અને વડોદરાના નિવૃત અધિક્ષક ઈજનેર જશ સંપતિ ફેફ્રે કે જેઓ ખુદને કલ્કી અવતાર માની રહ્યા છે તેઓ ફરી વિવાદમાં આવ્યા છે. જળસંપતિ વિભાગના સચિવને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે રૂ.૧૬ લાખનો પગાર અને ગ્રેજયુઈટીના રૂ.૧૬ લાખ નહિ મળે તો વિશ્વમાં દુષ્કાળ સર્જીશ.

પત્રમાં જણાવ્યા અનુસાર, રમેશચંદ્ર ફેફ્રે જણાવ્યું કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સિમાં મારી નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ.૧૬ લાખ જેટલો પગાર લેવાનો બાકી છે અને ગ્રેજયુઈટીના રૂ.૧૬ લાખ સત્વરે ચૂકવી આપવામાં આવે. એક વર્ષ દરમિયાન વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે. આ રીતે કોરોના કાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે. હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા ૨૦ વર્ષથી સતત સારો વરસાદ ભારતમાં થાય છે.

એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો નથી. ૨૦ વર્ષના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને ૨૦ લાખ કરોડનો ફાયદો થાય છે તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણી, વરસાદ અને બરફ્‌ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું અને સતયુગમાંમારી જ સતા પૃથ્વીલોક પર ચાલે.

જાે કે આ ત્રણ વર્ષ પહેલા પણ રમેશચંદ્ર ફેફર ઉપર પત્નીએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારથી રમેશચંદ્ર તેમના સંતાનો સાથે અલગ રહે છે. આ કિસ્સાથી રમેશચંદ્ર ફેફરે પોતાને વિષ્ણુનો અવતાર હોવાનો દાવો કર્યો છે.

પોતાને કલ્કી અવતાર જાહેર કરનાર રમેશચંદ્ર ફેફર ફરી ચર્ચામાં આવ્યા છે.. વડોદરા સિંચાઈ વિભાગના પૂર્વ ઈજનેર રમેશચંદ્ર ફેફર આ વખતે પોતાના પગરના ગ્રેચ્યુઈટીના ૧૬-૧૬ લાખ માગ્યા છે.. અને દાવો કર્યો છે કે પોતે ભગવાનનો ૧૦મો કલ્કી અવતાર છે.. અને જાે તેના હક્કના પૈસા નહીં આપવામાં આવે તો તેઓ દેશ અને દુનિયામાં દુષ્કાળ લાવશે.

ઉલ્લેખનીય છે કે ૩ વર્ષ પહેલાં રમેશચંદ્ર ફેફર ઉપર પત્નીએ માનસિક અને શારિરીક ત્રાસ આપવાનો મહિલા પોલીસ મથકમાં કેસ કર્યો હતો, ત્યારથી તે રમેશચંદ્રથી અલગ પોતાના સંતાન સાથે રહે છે. આ કિસ્સાથી જ રમેશચંદ્ર ફેફરે પોતને કલ્કી અવતાર ગણાવી પોતે વિષ્ણુ ભગવાન હોવાનો દાવો કર્યો છે. કથિત કલ્કી અવતાર રમેશચંદ્ર ફેફરે એક મીડિયા સાથે વાતચીત કરી ગુજરાત સરકાર પાસે પોતાના લ્હેના પૈસાની માંગણી કરી છે.

Related Posts