સૌરાષ્ટ - કચ્છ

૧૬ વર્ષની સગીરા સાથે પ્રેમીએ શરીર સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ નોંધાઇ

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાની સગાઈ ૬ મહિના પહેલા થઈ ગઈ હતી. આથી ગત ૧૬ જુલાઈના રોજ બાબરા પંથકનો તેનો પ્રેમી તેને ભગાડી ગયો હતો અને સૌરાષ્ટ્રના અલગ અલગ ધાર્મિક સ્થળોએ ફેરવી પાંચ વખત શરીર સંબંધ બાંધ્યા હતા. આથી સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે પ્રેમી સગીરા સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધી ૨૧ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભક્તિનગર પોલીસે આ બનાવમાં ભોગ બનનાર ૧૬ વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નવાણીયા ગામે રહેતા રવિ જયંતિ ઉર્ફ જેન્તીભાઇ પીલુકીયા વિરૂદ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મજૂરી કરુ છું. મારે ચાર સંતાનમાં ૧૬ વર્ષની દિકરીની સગાઇ અમે જ્ઞાતિના રિવાજ મુજબ ગત જાન્યુઆરી મહિનામાં કરી હતી. મારી દીકરીને તેના મંગેતરે સગાઇ વખતે મોબાઇલ ફોન આપ્યો હતો તે વાપરે છે.
ગત તા. ૧૬ જુલાઇના રોજ રાતે બે વાગ્યે મારી દીકરી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. તે કોની સાથે ગઇ તેની અમને ખબર નહોતી. અમે પરિવારના સભ્યોએ તેને શોધવા અનેક જગ્યાએ અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તે મળી નહોતી. તેની સગાઇ થઇ ગઇ હોય આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી. બાદમાં અમને જાણ થઇ હતી કે, અમારી દીકરીને બાબરાના નવાણીયા ગામનો રવિ પીલુકીયા ભગાડી ગયો છે. તે અમારી દીકરીને લઇને પોલીસ સ્ટેશને આવ્યો હોવાની અમને ખબર પડતાં અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.
અમે દીકરીને પૂછતાં તેણે કહ્યું હતું કે, હું રવિ સાથે પ્રેમ કરૂ છું અને તેની સાથે લગ્ન કરવા છે એટલે રવિ સાથે ભાગી ગઇ હતી. રવિ મારી દીકરીને ભગાડીને જૂનાગઢ લઇ ગયો હતો. ત્યાં બે દિવસ રોકાયા તે વખતે તેણે શરીર સંબંધ બાંધી લીધા હતાં. ત્યારપછી બસમાં બેસાડી ધારી ખોડિયાર ડેમ લઇ ગયો હતો. ત્યાં વાડી વિસ્તારમાં રોકાયા હતાં અને ત્યાં પણ બે વખત અવાવરૂ જગ્યામાં રવિએ મારી દીકરી સાથે સંબંધ બાંધી લીધા હતાં. બાદમાં તે બસમાં બેસી રાંદલના દડવા ગામે મારી દીકરીને લઇ ગયો હતો. ત્યાં દોઢેક દિવસ રોકાયને ત્યાં પણ એક વખત શરીર સંબંધ બાંધી લીધા હતાં.
ત્યારબાદ તે ગઇકાલે અમારી દીકરીને તે પરત લઇ ગયો હતો. ત્યાંથી રાજકોટ પોલીસ સ્ટેશને આવ્યા હોવાનું દીકરીએ અમને કહ્યું હતું. જેથી અમે ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પીઆઇ જે.ડી. ઝાલાને સગીરાએ તેના વાલીને વર્ણવેલી વિગતોને આધારે તેના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી રવિની ધરપકડ કરી છે. તેમજ સગીરાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts