૧૭મેના રોજ કેદારનાથ ધામ,૧૮મેએ બદ્રીનાથ ધામના કપાટ ખૂલશે
કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન કેદારનાથ ધામના કપાટ ૧૭મેથી ખુલી રહ્યા છે. ગત વર્ષે ૧ લાખ ૩૫ હજાર ૨૩ શ્રદ્ધાળુએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા.
ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડે આ જાણકારી આપી છે. ૧૭મેના રોજ કેદારનાથ ધામના તો બીજી તરફ ૧૮મેએ બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલશે. કેદારનાથ ધામના કપાટ પરંપરા અનુસાર વૈદિક ઉચ્ચારણ સાથે ૬ મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા.
વરસાદ અને હિમવર્ષાના કારણે વિશ્વ પ્રસિદ્ધ ૧૧મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથ ધામના કપાટ ભાઈ બીજના અવસર પર બંધ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે ૧ લાખ ૩૫ હજાર ૨૩ ભક્તોએ કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા.
ઉત્તરાખંડના ચમોલી ગઢવાલ જિલ્લામાં સ્થિત ચારધામોમાંથી એક બદ્રીનાથના કપાટ પણ ૧૮મેના રોજ સવારે ખોલી દેવામાં આવશે. વસંત પંચમીના અવસરે નરેન્દ્રનગર રાજ મહેલમાં મંદિરના કપાટ ખોલવાના મુહૂર્તની જાહેરાત કરવામાં આવી હતી. ૧૮ મેએ સવારે ૪.૧૫ વાગે બદ્રીનાથ મંદિર પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
Recent Comments