૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાનશ્રીના જન્મદિવસે અમરેલી જિલ્લામાં ૨૦ સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે
તા. ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લાના નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ એમ કુલ ૨૦ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલા ૨ યોજનાના લાભાર્થીઓને, ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજના અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા વેક્સિનેશન મહાઅભિયાન એમ કુલ ચાર યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે. નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જનહિતલક્ષી કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે યોજાય તે માટે સબંધિત અધિકારીશ્રીઓની વિવિધ સમિતિઓ બનાવી અધ્યક્ષ અને સભ્ય સચિવની નિમણુંક કરવામાં આવી છે.
Recent Comments