fbpx
ગુજરાત

૧૮૨ ધારાસભ્યને ચૂંટશે ૪ કરોડ ૯૦ લાખ મતદાર,૮ ડિસે. પરિણામ

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જાેવામાં આવી રહી છે, જેનો અંત આવી ગયો છે.. ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ ૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રેસ-કોન્ફરન્સના મહત્ત્વના મુદ્દાઓ પર પંચે કહ્યું હતું કે નવા ૩.૪ લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ ૧ જાન્યુઆરી ૨૦૨૩ પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત.

તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. રાજીવ કુમારે કહ્યું હતું કે મતદારયાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૩.૨૪ લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં ૨૦૨૨ બૂથ એવાં શોધવામાં આવ્યાં છે, જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે એ માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ૮૦ વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠક છે, તેમાં ૪૦ બેઠક અનામત છે. ૧૩ બેઠક અનુસૂચિત જાતિ (જીઝ્ર) માટે અને ૨૭ બેઠક અનુસૂચિત જનજાતિ (જી્‌) માટે રિઝર્વ છે. ૨૦૧૭માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી.

૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ૯૯ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠક મળી હતી, જ્યારે મ્‌ઁને ૨ સીટ અને ૪ સીટ પર અપક્ષ જીત્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે મીડિયાને પણ તથ્યો તપાસ્યા પછી સમાચાર પ્રકાશિત કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવામાં આવશે. ગુજરાતમાં ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં છે. એ ઉપરાંત પાર્ટીના બે મોટા નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતથી છે. આ સંજાેગોમાં અહીં ફરી ભાજપની જ સરકાર આવે એવી સંપૂર્ણ શક્યતા છે.

જાેકે આ વખતે પાર્ટી માટે સરકાર રિપીટ કરવી મુશ્કેલ છે. રોજગારી અને ખેડૂતોના મુદ્દે પાર્ટી બેકફૂટ પર છે. ચૂંટણીપંચે આખરી મતદારયાદી તૈયાર કરી છે, જેમાં ચૂંટણીપંચની વિગતો અનુસાર, ગુજરાતમાં કુલ ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદાર નોંધાયા છે, જે આંકડો અગાઉ ૪ કરોડ ૮૩ લાખ ૭૫ હજાર ૮૨૧ મતદારોનો હતો તેમજ પંચની યાદી મુજબ ૨ લાખ ૬૮ હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે. જ્યારે ૧ લાખ ૯૩ હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ૪ લાખ ૬૧ હજાર ૪૯૪ મતદાર ઉમેરાયા છે.

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષની તુલનામાં ૯૩૪ મહિલા છે. ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતા ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે.

ચૂંટણી કાર્યક્રમ-૨૦૨૨ પહેલો તબક્કો બીજાે તબક્કો
ગેઝેટ નોટિફિકેશન ૫ નવેમ્બર ૧૦ નવેમ્બર
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ નવેમ્બર ૧૮ નવેમ્બર
ફોર્મ પાછા ખેંચવાની તારીખ ૧૭ નવેમ્બર ૨૧ નવેમ્બર
મતદાન તારીખ ૧ ડિસેમ્બર ૫ ડિસેમ્બર
મતગણતરી ૮ ડિસેમ્બર ૮ ડિસેમ્બર

Follow Me:

Related Posts