૧૮૨ સીટો નહિ જીતવાનો મને ઘણો અફસોસ છે : સી આર પાટીલડીંડોલી ખાતે યોજાયેલ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પાટીલે વેદના ઠાલવી
સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પસંદગી કરી નવા નામોની જાહેરાત કરવામાં આવી હતી. સુરત મેયરથી લઈ મુખ્ય પાંચ હોદ્દા અને પાલિકાની અલગ અલગ ૧૨ સમિતિના ચેરમેન ઉપરાંત સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી.પાલિકાના આ નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લેવામાં આવ્યો છે.ભાજપ દ્વારા દરેક વર્ગને સાચવી નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવાના આવી હતી.જેમાં સુરતી,ઉત્તર ભારતીય,મહારાષ્ટ્ર સમાજ,પટેલ સમાજના વર્ગને સાચવી લેવામાં આવ્યો હતો.જે પદાધિકારીઓ શાસક પક્ષ નેતા તરીકે ઉત્તર ભારતીય સમાજની મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના આ તમામ નવનિયુક્ત પદાધિકારીઓના સન્માનમાં સમસ્ત ઉત્તર ભારતીય સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમ સુરતના નવાગામ સ્થિત ડીંડોલી ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવી, પાલિકાની ચૂંટાયેલી નવનિયુક્ત પાંખના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત પાછળ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વ્યૂહાત્મક નીતિને શ્રેય આપ્યો હતો.
વિધાનસસભાની ચૂંટણીમાં ભાજપને ૧૫૬ સીટો સુધી પોહચાવામાં ઉત્તર ભારતીય સમાજનો પણ મહત્વનો ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.વધુમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, નવા ચહેરાઓને તક આપવાથી એક નવું નેતુત્વ અને નવી નેતાગીરી ઉભી થશે.જેથી બાકી રહેલા નવા ચહેરાઓને પણ સ્થાન મળવું જાેઈએ.ગુજરાતમાં ૧૫૦૦ નવા ચહેરાઓને તક આપી સ્થાન આપ્યું છે,જેમાં નો રિપીટેશન ફોર્મ્યુલાના કારણે નવા ચહેરાઓને કામ કરવાની નવી તક મળી છે.
પ્રધાનમંત્રી પણ કહે છે કે યુવાઓ અને મહિલાઓને તક મળવી જાેઈએ.જેથી ભારતીય જનતા પાર્ટી સૌ કોઈ લોકોને કામ કરવા માટેની એક નવી તક આપતી હોય છે.તેજ કારણ છે કે પ્રધાનમંત્રી દ્વારા લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા બિલ પાસ કરવામાં આવ્યું છે.જેનો કેટલાક વિપક્ષોએ પણ વિરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૫૬ સીટો સુધી પોહચાડવામાં ઉત્તર ભારતીય સમાજનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.પરંતુ ૧૮૨ સીટો સુધી પોહચી શક્યા નહોતા.મેં કહ્યું હતું કે ૧૮૨ સીટો જીતવાની છે પરંતુ ૧૫૬ પર જ આપણે અટકી ગયા. જેનો મને ઘણો અફસોસ છે અને તેજ કારણ છે કે હું આજે ફુલોનો હાર પણ પહેરતો નથી.વધુમાં નવી ચૂંટાયેલી પાંખની નાની-મોટી ભૂલો થાય તો કાન આમળી કામ લેવા માટેનો આગ્રહ સમાજના લોકોને કર્યો હતો.નવનિયુક્ત પદાધિકારીઓમેં ચૂંટીને જનતા લાવી છે,જેથી જનતાના કામ ચોક્કસથી કરવા પડશે.
Recent Comments