અમરેલી જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. જે અન્વયે સપ્ટેમ્બર મહીનાની બેઠક તા. ૧૮/૯/૨૦૨૧ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાઓના તમામ સંબંધિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહેશે. બેઠકમાં ફરિયાદી સમિતિ તરીકે લોક પ્રતિનિધીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેમજ નિકાલમાં બાકી કાગળો, બાકી પેંશન કેસોની સમીક્ષા, વસુલાત, વિવિધ પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે સબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે
૧૮ સપ્ટેમ્બરના અમરેલી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

Recent Comments