ગુજરાત

૧૯૭૭માં કડી પાલિકાનો સભ્ય હતો ત્યારથી રાજકારણમાં કોઈનું કોઈ વચ્ચે આવતું જ રહ્યું છે : નીતિન પટેલ

૧૯૭૭માં કડી નગરપાલિકાનો સભ્ય હતો તે વખતથી રાજકારણમાં કોઈનું કોઈ વચ્ચે આવતું જ રહ્યંં છે. તે વખતે મતદાન યાદીમાંથી મારું નામ રદ કરવાના પણ પ્રયાસો થયા હતા. તેમ છતાં ચૂંટણી જીત્યો જેનો શ્રેય શેઠ ડાહ્યાભાઈ પટેલ સહિતના મારા સાથી મિત્રો અને વડીલોને જાય છે. અમે રાત્રે ઘરે ઘરે ફરીને મતદારોને મળતા. ૧૯૯૦માં ધારાસભ્ય થયા બાદ ૧૯૯૫માં કેશુભાઈની સરકારમાં સૌપ્રથમ વખત મારો મંત્રીમંડળમાં સમાવેશ થયો. નવનિર્માણ આંદોલનથી રાજકીય સંઘર્ષો કરતા આવ્યા છીએ તેમ કડીમાં પાલિકાના રૂ.૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ નિવેદન રાજકીય આગેવાનોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.

કડી શહેરમાં રૂ.૬ કરોડમાં બનેલ શોપિંગ સેન્ટર, રૂ.૧૫ કરોડમાં બનેલ સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.૪.૨૦ કરોડમાં બનેલ ભૂગર્ભ ગટર સહિત રૂ.૩૭ કરોડના ખર્ચના ૧૭કામોનું લોકાર્પણ અને રૂ.૫ કરોડના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત નીતિનભાઈ પટેલ સહિત અગ્રણીઓના હસ્તે કરાયા હતા. આ પ્રસંગે નીતીનભાઈએ શહેરમાં અગાઉ સ્વ.માણેકલાલ પટેલ (કેળવણીકાર) માર્ગનું નામકરણ કરાયા બાદ કરણનગર રોડથી થોળ રોડને જાેડતા માર્ગનું શેઠશ્રી સ્વ.ડાહ્યાભાઈ પટેલ માર્ગ નામકરણ કરાયું હતું. સ્વ. ડાહ્યાભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ પરિવારના દાન થકી શહેરમાં આરોગ્ય, શિક્ષણ સહિતની સંસ્થાઓ ધમધમી રહી છે. જેના માટે શહેરીજનો હંમેશા તેમના ઋણી રહેશે. ઉધોગપતિ દિલીપભાઈ પટેલ (રાજા ઈન્ડસ્ટ્રીઝ) ૨૦૧૬માં મારા મોટાભાઈ સ્વ.ડાહ્યાભાઈ પટેલે મને જે સેવાના કામો કરું છું તે તારે કરવાના છે તેટલું કહેતાં દિલીપભાઇ ભાવુક થઈ ગયા હતા.

Related Posts