ભાવનગર ૧૯૮૦ થી અવિરતપણે ચાલતી ભાવનગર શિશુવિહાર બુધસભા ની ૨૨૫૪ મી બેઠકના ઉપક્રમે તા. ૨૭/૦૯/૨૩ ને બુધવારે સાંજે ૫-૩૦ કલાકે કવિ-વિવેચક શ્રી જયેન્દ્ર શેખડીવાળા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. જેમાં ભાગીરથી મહેતા ” જાનવી સ્મૃતિ સન્માન ૨૦૨૩ “થી કવિયત્રી શ્રી નેહાબેન પુરોહિતને તેમજ શ્રી કિસ્મત કુરેશી સન્માન થી જાણીતા ગઝલકાર પ્રા. હિમલભાઈ પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન અંતર્ગત બંને સર્જકોને રૂ.૧૧૦૦૦/- ની સન્માન રાશિ તથા ટ્રોફી અને ખેસ આપી અભિવાદન કરવામાં આવ્યું.બંને સર્જકોને સંસ્થા દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
અમેરિકા સ્થિત કવિયત્રી શ્રી સરયુબેન પરીખ ના પુસ્તક ” ઊર્મિલ સંચાર ” નું મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન થયું. સરયૂબેન વિદેશમાં રહીને પણ ભાવેણાની ભૂમિની ખુશ્બુને ભૂલ્યા નથી. આ વાતની પ્રતિકૃતિ તેમના કાવ્ય દ્વારા સ્પષ્ટ જણાતી હતી. આ કાર્યક્રમના અતિથિ વિશેષ પદ્મશ્રી મુનીભાઇ મહેતા તેમજ શિશુવિહાર સંસ્થાના પ્રમુખશ્રી *રાજેન્દ્રભાઈ દવે ની પણ પ્રેરક ઉપસ્થિતિમાં ૧૫૦ થી વધુ સાહિત્ય પ્રેમીઓ , ભાવકો અને સર્જકો ની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમના અંતે બુધસભા ના કવિ શ્રી જયેશભાઈ ભટ્ટ એ સહુ નો આભાર વ્યકત કર્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.માનસીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું.
Recent Comments