સૌરાષ્ટ - કચ્છ

૧૯ એપ્રિલે વડાપ્રધાન જામનગરમાં મેડિકલ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી ૧૯મી એપ્રિલે ગુજરાત આવશે. આ દિવસે તેઓ જામનગરમાં મેડિકલ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સંયુક્ત સાહસ હશે.આમ ગુજરાતમાં વડાપ્રધાનની એક પછી એક મુલાકાતો દર્શાવે છે કે રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી શકે છે. ૫ એપ્રિલ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ૧૦ એપ્રિલે ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામમાં પાંચ દિવસીય મેળાનું ઉદ્‌ઘાટન કરશે, એમ રાજ્યના મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

આ મેળો ભગવાન કૃષ્ણ અને દેવી રૂકમણીનાં લગ્નની ઉજવણી માટે માધવપુર ઘેડ, પ્રસિદ્ધ તીર્થસ્થળ ખાતે યોજાય છે. પ્રસિદ્ધ માધવરાય મંદિર મૂળરૂપે ગામમાં ૧૩મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. દર વર્ષે, પાંચ દિવસીય મેળો રામ નવમીથી શરૂ થાય છે, જે આ વર્ષે ૧૦ એપ્રિલે આવે છે. વાર્ષિક ઇવેન્ટ લાખો લોકોને આકર્ષે છે.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ૧૦ એપ્રિલે માધવપુર ઘેડ ખાતે મેળાનું ઉદ્‌ઘાટન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.


પરંપરા મુજબ ૧૩ એપ્રિલે ભગવાન કૃષ્ણના લગ્ન થશે, અને શોભાયાત્રા કાઢવામાં આવશે. વાઘાણીએ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું. દેવી રૂકમણી મણિપુરની હોવાથી, ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતા સાત ઉત્તરપૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે એમ રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને જાેતાં, રાજ્ય સરકારે માધવરાય મંદિરના વિકાસ માટે રૂ. ૩૦ કરોડ ફાળવ્યા છે.

Related Posts