રાષ્ટ્રીય

૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂા. ૧૦૫ મોંઘો થયો

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ મહિના માટે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ આજે જાહેર કર્યા છે. પહેલી માર્ચે ૧૪ કિલો સબસિડી વગરના ન્ઁય્ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિંમત ૮૯૯.૫ રૂપિયા પર યથાવત છે. જાેકે, તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ એ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. ૧૦૫નો વધારો કર્યો છે.

ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં ૧૯ કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર રૂ. ૨,૦૧૨ થઈ ગયો છે. નવી કિંમતો આજે ૧ માર્ચ, ૨૦૨૨થી લાગુ થશે. ૫ કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ ૨૭ રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં ૫ કિલોના સિલિન્ડરની કિંમત ૫૬૯ રૂપિયા થશે. ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૨માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૯૧.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૪ કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ ગેસની કિંમત ૧૦૫ રૂપિયા વધીને ૨,૦૧૨ રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ કિંમત ૧,૯૦૭ રૂપિયા હતી. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૮ રૂપિયા વધીને ૨,૦૯૫ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત ૧,૯૮૭ રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ રૂ. ૧૯૬૩ છે જે પહેલા ૧૮૫૭ રૂપિયા હતી અહીં રૂ. ૧૦૬ નો વધારો થયો છે. ચેન્નાઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૨૧૪૫.૫ રૂપિયા થઈ ગઈ છે.અહીં રૂ. ૬૫ નો ઘટાડો થયો છે.અગાઉ સિલિન્ડરની કિંમત ૨૦૮૦.૫ રૂપિયા હતી. દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત રૂ. ૮૯૯.૫૦ છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. ૯૨૬, મુંબઈમાં તે રૂ. ૮૯૯.૫૦ છે. આ સિલિન્ડરની કિંમત ચેન્નાઈમાં ૯૧૫.૫૦ રૂપિયા છે. એલપીજીની કિંમત આ રીતે ચેક કરો એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે રાજ્યની તેલ કંપની ૈર્ંંઝ્રની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (રંંॅજઃ//ર્ૈષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ/ઁિર્ઙ્ઘેષ્ઠંજ/ૈંહઙ્ઘટ્ઠહીય્ટ્ઠજ.ટ્ઠજॅટ) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

Related Posts