fbpx
ગુજરાત

૧ વર્ષમાં ધર્માંતરણ માટે સલાઉદ્દીને ભરૂચની ૨૮ વાર રેકી કરી હતી

સલાઉદ્દીન શેખે હવાલાથી આવેલા પૈસા પૈકી ૧૨થી ૧૫ લાખ રુપીયા ભરૂચ અને તેની આસપાસના જીલ્લામાં મોકલ્યા હતા. આ ઉપરાંત સલાઉદ્દીને હરિયાણાના મેવાત, લખનૌ અને આસામમાં ૩ અલગ અલગ વ્યકતીઓને છેલ્લા એક વર્ષના ગાળામાં અંદાજે ૫૯ લાખ રુપીયા મોકલ્યા હતા. તમામ રકમ આંગડીયાથી જ મોકલાઇ હતી . હવાલા કૌંભાડમાં દુબઇના મુસ્તુફા શેખ અને કાઇડ જાેહરનું નામ બહાર આવતાં પોલીસે બંનેને સમન્સ જારી હાજર રહેવા જણાવ્યું હતું. દુબઇના મુસ્તુફા શેખ હવાલા કારોબારી છે અને કાઇડ જાેહર કમિશન એજન્ટ તરીકે કામ કરે છે.ભરૂચના આમોદના કાંકરિયામાં વસતા ૩૭ હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો હોવાના પ્રકરણમાં વડોદરા એસઓજીના હાથે પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની પણ ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે અને બંનેની તપાસમાં ભરૂચમાં મોટાપાયે ધર્માંતરણ કરાયું હોવાની ટીપ મળતાં વડોદરા પોલીસે ભરૂચ પોલીસને જાણ કરી હતી. વડોદરા એસઓજીની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે ધર્માંતરણ માટે સલાઉદ્દીન શેખે છેલ્લા ૧ વર્ષમાં ભરૂચ જીલ્લાના ૧૦૨૬ સ્થળોએ ૨૮ વખત અને ઉમર ગૌતમે ૧૯ વખત મુલાકાત લીધી હતી. વડોદરા એસઓજી પોલીસે જણાવ્યું હતું કે તાજેતરમાં ધર્માંતરણ અને ફન્ડીગ મામલામાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની લખનૌ પોલીસ પાસેથી કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં બંનેએ ધર્માંતરણ માટે ભરૂચ જીલ્લાની મોટાપાયે મુલાકાત લીધી હોવાનું બહાર આવતાં ભરૂચ પોલીસને જાણ કરાઇ હતી. સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ અને હાલ યુકેમાં રહેલા મુળ નબીપુરના અબ્દુલ્લા ફેફડાવાળાએ સલાઉદ્દીન શેખના આફમી ટ્રસ્ટમાં એફસીઆરએ અને હવાલા મારફતે અંદાજે ૮૦ કરોડનું ફંડ મોકલ્યું હતું. અબ્દુલ્લા ફેફડાવાળાએ ભરૂચ જીલ્લાના નબળા પછાત વર્ગના લોકોને લોભ લાલચ અને પ્રલોભન આપીને બ્રેઇન વોશ કરી નાણાંકીય મદદ આપી ધર્માંતરણ કર્યું હોવાનું ધ્યાન પર આવતા શહેર એસઓજી પલીસને ભરૂચ પોલીસને જાણ કરી હતી. જેથી ભરૂચ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ ધર્માંતરણ કરાયું હોવાનો ખુલાસો થયા બાદ વડોદરા એસઓજીની ટીમ પણ આ મુદ્દાની તપાસ માટે ભરૂચ મોકલાઇ છે. હાલ યુકેમાં રહેલા અબદુલ્લા ફેફડાવાળાને પણ પોલીસે ૨ વખત હાજર થવા સમન્સ મોકલ્યું હતું પણ તે હાજર થયો ન હતો.

Follow Me:

Related Posts