આંબાવાડીના શિરીષ શાહે ૨૦૧૯માં પત્નીના નામે એક ફ્લેટ બુક કરાવ્યો હતો. જે પેટે તેમણે એલિમેન્ટ્સ પ્રોજેકટ્સ અને એપ્ટસ ઈન્ફ્રોપ્રોજેકટ્સ એલએલપીના માલિક સૌરિન પંચાલ, તુષાર પંચાલ અને કોમલ પંચાલને રૂ.૧.૪૦ કરોડ ચૂકવી દીધા હતા. જે પેટે સૌરિન પંચાલે શિરીષભાઈને બાનાખત કરી આપ્યો હતો. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જ્યારે સૌરિન પંચાલે આ જ ફ્લેટ મલ્લિકા પટેલ અને વિઠ્ઠલ પટેલને ખોટા રજિસ્ટર બાનાખત કરી વેચી દીધો હતો. આ અંગે શિરિષ શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી નહીં કરતા શિરીષ શાહે આ અંગે ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડર સૌરિન પંચાલની ધરપકડ કરી છે. જાે કે, આ ગુનામાં સૌરિન પંચાલની પત્ની કોમલ તેમજ તુષાર પંચાલ પણ સહ આરોપી છે. પરંતુ હાલમાં તે બંનેની તપાસ ચાલુ હોવાથી ધરપકડ કરવામાં આવી નથી.પાલડીમાં એલિમેન્ટ્સ શાનવ નામની ફલેટની સ્કીમમાં એક ફ્લેટ બારોબાર અન્ય વ્યક્તિને વેચી દઈ રૂ.૧.૪૦ કરોડની છેતરપિંડી કરનાર બિલ્ડર સૌરિન પંચાલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
Recent Comments