ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ, દર્દીના સગા-સંબંધીઓ, સ્ટાફ અને અન્ય જાહેર જનતાની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગ રૂપે તા.૨૦/૧૧/૨૦૨૪થી રાત્રિનાં ૧૦.૦૦ કલાક થી સવારના ૦૬.૦૦ કલાક સુધી ગેટ નં.-૨ (પી. એમ. રૂમ પાસે થી ) અને ગેટ નં.-૩ (એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી) વાહનોના પ્રવેશ માટે બંધ રહેશે. રાહદારીઓ માટે તમામ ગેટ ૨૪ X ૭ ચાલુ રહેશે. સર્વે જાહેર જનતાને આ બાબતે નોંધ લેવા અને ઉક્ત સમયગાળા દરમ્યાન વાહન સાથે કેમ્પસમાં પ્રવેશ કરવા માટે ગેટ નં.-૧ નો (આકાર કોમ્પલેક્ષ સામેથી) ઉપયોગ કરવાનો રહેશે.તેમ સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
૨૦મી નવેમ્બરે રાત્રિનાં ૧૦.૦૦ કલાક થી સવારના ૦૬.૦૦ કલાક દરમ્યાન વાહન સાથે કેમ્પસમાં પ્રવેશ કરવા માટે ગેટ નં.-૧નો ઉપયોગ કરવો

Recent Comments