૨૦૦૦ની નોટ લઈને રાજકોટના પેટ્રોલ પંપો પર લાગી લાઈનો

ગઈકાલે સાંજે જેવી બે હજારની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લોકો ફરી જૂના દિવસો યાદ કરવા લાગે છે. કારણ કે પહેલીવાર જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા હતા. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં ૨૦૦૦ની નોટો ઢગલાબંધ આવવા લાગી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની ૨૦૦૦ ની નોટ આવી છે. મોટાભાગના લોકો ૨,૦૦૦ ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો ૨૦૦૦ ની નોટ લઈને આવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ લોકો ૨,૦૦૦ ની નોટ લઈને આવી રહ્યા છે. ૫૦ કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો ૨૦૦૦ ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું ૨૦૦૦ ની નોટના છૂટા કેમ આપવા. ૨૦૦૦ ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં ૨૦૦૦ ની નોટ દેખાઈ રહી છે.
Recent Comments