fbpx
રાષ્ટ્રીય

૨૦૦૦ની લગભગ ૧.૮૦ લાખ કરોડની નોટો બેંકોમાં પાછી આવી ઃ ગવર્નર શક્તિકાંત દાસ

૨૦૦૦ની નોટ એક્સચેન્જ શરૂ થયાને ૨ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં લગભગ ૫૦ ટકા ૨૦૦૦ની નોટો બેંકોમાં પહોંચી છે. જ્યારથી નોટબંધીની પ્રક્રિયા શરૂ થઈ છે,લોકો બેંકોમાં જઇ નોટ બદલાવી રહ્યા છે,તેને જમા કરાવી રહ્યા છે.હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે લગભગ ૧.૮૦ લાખ કરોડ ૨૦૦૦ની નોટ બેંકોમાં પાછી આવી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે બેંક કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ પાછી આવેલી નોટોનું શું કરશે? શું તેણી તેને ભંગારમાં વેચશે અથવા તેમાંથી નવી નોટો છાપવામાં આવશે? ચાલો જાણીએ કે બિનઉપયોગી બની ગયેલી નોટોનું ઇમ્ૈં શું કરે છેપ જાણકારી અનુસાર, બેંક પહેલા બંધ કે નકામી નોટોને ઇમ્ૈંની પ્રાદેશિક ઓફિસમાં મોકલે છે. પછી અહીંથી આ નોટોને દુરુપયોગથી બચાવવા માટે ક્યારેક સળગાવી દેવામાં આવે છે. કેટલીક નોટો નકલી છે કે કેમ તે જાેવા માટે ચેક કરવામાં આવે છે. આ માટે ખાસ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી મશીન દ્વારા નોટોના ટુકડા કરવામાં આવે છે.

જાે નોટોની લાઈફ સારી હોય તો તેને રિસાઈકલ કરવામાં આવે છે અને તેમાંથી નવી સર્ક્‌યુલેશન નોટો બનાવવામાં આવે છે. આ ખરાબ નોટોના ટુકડા પછી એકત્રિત કરવામાં આવે છે. પછી તેમની ઇંટો બનાવવામાં આવે છે. આ નોટોના ટુકડા પણ કારખાનામાં કાર્ડબોર્ડ બનાવવા માટે આપવામાં આવે છે. ૨૦૦ રૂપિયાના દરે ૮૦૦ ટન નોટ ભંગારમાં વેચવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં જ્યારે નોટબંધી થઈ ત્યારે બેંકોએ જૂની નોટોના નિકાલ માટે આરબીઆઈ ઓફિસમાં નોટો જમા કરાવી હતી. જે બાદ નોટોનો કચરો ફેક્ટરીઓને રદ્દીના ભાવે વેચવામાં આવ્યો હતોકારખાનાઓને ૮૦૦ ટન જેટલો કચરો મળ્યો હતો. જેને કંપનીએ રૂ.૨૦૦ પ્રતિ ટનના ભાવે ખરીદ્યો હતો.એટલે કે જે નોટને બનાવવામાં એટલો ખર્ચ થાય છે તેની નષ્ટ કરી જ્યારે તે કચરો બને છે ત્યારે એજ કિંમતી નોટ રદ્દીના ભાવે વેચાય છે. ૨૦૦૦ની નોટ છાપવા માટે લગભગ ૪ રૂપિયાનો ખર્ચ થતો હતો. ઇમ્ૈંએ ૨૦૦૦ની નોટોનું ચલણ બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે તેમના પ્રિન્ટિંગમાં પૈસા ખર્ચાતા નથી. જાે કે, ૫૦૦ રૂપિયાની નોટ છાપવાના કિસ્સામાં, ૫૦૦ રૂપિયાની નોટનો છાપણી ખર્ચ ૧ રૂપિયા આવે છે. જાે કે, નોટોનું ચલણ બંધ થયા પછી અને બેંકો સુધી પહોંચ્યા પછી, તેની કિંમત સતત ઘટતી જાય છે.

Follow Me:

Related Posts