બાળ લગ્નની સમસ્યા સામાન્ય રીતે એવા સ્થળોએ જાેવા મળે છે જ્યાં ગરીબી અને નિરક્ષરતાનું સ્તર ઘણું ઊંચું હોય છે. પરંતુ વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક અમેરિકા પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. બાળ લગ્નને સમાપ્ત કરવા માટે સમર્પિત અમેરિકન દ્ગય્ર્ં, ેંહષ્ઠરટ્ઠૈહીઙ્ઘ ટ્ઠં ન્ટ્ઠજં દ્વારા સંશોધન મુજબ, ૨૦૦૦ થી ૨૦૧૮ સુધીમાં યુએસએમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૩ લાખથી વધુ બાળકીઓના લગ્ન થયા હતા.
તેયારે આ લેખમાં જાણીશું કે માનવાધિકારના ચેમ્પિયન ગણાતા દેશમાં બાળ લગ્ન કેમ ફૂલીફાલી રહ્યા છે. બાળ લગ્ન એ માનવાધિકારનું ઉલ્લંઘન છે જે જુલમને કાયદેસર બનાવે છે અને છોકરીઓને તેમની સ્વતંત્ર ઇચ્છા છીનવી લે છે. યુનિસેફના એક અંદાજ મુજબ, વિશ્વભરમાં છોકરાઓમાં બાળ લગ્નનો વ્યાપ છોકરીઓ કરતાં માત્ર છઠ્ઠા ભાગનો છે. આજે પણ અમેરિકાના ૫૦માંથી ૩૭ રાજ્યોમાં બાળ લગ્ન કાયદેસર છે. ૨૦૧૮માં અમેરિકન સમોઆ, ૨૦૨૦માં યુએસ વર્જિન ટાપુઓ, પેન્સિલવેનિયા અને મિનેસોટા, ૨૦૨૧માં રોડે આઇલેન્ડ અને ન્યૂ યોર્ક, ૨૦૨૨માં મેસેચ્યુસેટ્સ, ૨૦૨૩માં વર્મોન્ટ, કનેક્ટિકટ અને મિશિગન અને ૨૦૨૩માં વોશિંગ્ટન, વર્જિનિયા, અને ૐટ્ઠદ્બॅજરૈિી ૨૦૨૦માં બાળ લગ્નની દુષ્ટ પ્રથાનો અંત આવ્યો.
બાળ લગ્ન છોકરીઓનું બાળપણ છીનવી લે છે અને તેમની સુખાકારી જાેખમમાં મૂકે છે. ૧૮ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરનાર છોકરીઓ સાથે ઘરેલુ હિંસાના કિસ્સાઓ જાેવા મળ્યા છે. તેમનો અભ્યાસ અધૂરો રહે છે. જ્યારે નાની છોકરીઓને લગ્ન માટે દબાણ કરવામાં આવે છે, ત્યારે તેઓને રાજ્ય દ્વારા મંજૂર કરાયેલા બળાત્કારનો ભોગ બને છે. શિક્ષણ અને આર્થિક તકોથી વંચિત રહેવાની સાથે-સાથે તેઓ ઘરેલુ હિંસા, બળજબરીથી ગર્ભાવસ્થા અને ખરાબ સ્વાસ્થ્યનું જાેખમ વધારે છે. અમેરિકામાં બાળ લગ્નની વ્યાપક ઘટનાઓ હોવા છતાં, તેને કાયદેસર બનાવવા માટે કોઈ મોટા પગલાં લેવામાં આવ્યા નથી. બાળલગ્ન વધવાનું એક કારણ એ છે કે લગ્ન માટેની લઘુત્તમ વય જુદા જુદા રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં તે ૧૮ વર્ષ છે,
જ્યારે ડઝનબંધ રાજ્યો એવા છે જ્યાં લગ્ન માટે કોઈ લઘુત્તમ વય નથી. આ રાજ્યોમાં માતા-પિતાની સંમતિ અથવા ન્યાયિક મંજૂરી મળે તો નાની ઉંમરે લગ્ન કરી શકે છે. એટલે કે જાે માતા-પિતાની સંમતિ હોય તો ૧૦ વર્ષની છોકરી પણ લગ્ન કરી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે સામાન્ય રીતે બાળકોને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા દેવામાં આવતી નથી. આવા બાળકો પોતાની મેળે રક્ષણાત્મક હુકમ કે છૂટાછેડા માટે અરજી કરી શકતા નથી. તેઓ તેમના વાલી અથવા અન્ય પ્રતિનિધિ દ્વારા જ આ કરી શકે છે. આ સિસ્ટમના કારણે પીડિતા માટે બાળ લગ્નની ચુંગાલમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
Recent Comments