૨૦૦૮માં કેન્દ્રમાં પડી જવાની હતી કોંગ્રેસની સરકાર, અતીક અહેમદે બચાવી હતી કોંગ્રેસ સરકાર
વર્ષ ૨૦૦૮માં જ્યારે તત્કાલિન યૂપીએ સરકાર અને અમેરિકા સાથે તેમના પરમાણુ કરાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા હતા, ત્યારે ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અતીક અહેમદે સરકાર બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ દાવો એક પુસ્તક ‘બાહુબલીઝ ઓફ ઈંડિયન પોલિટિક્સઃ ફ્રોમ બુલેટ ટૂ બૈલટ’માં કરવામાં આવ્યો છે. વિપક્ષ તત્કાલિન મનમોહન સિંહ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી અને યૂપીએ સરકાર તથા અમેરિકાની સાથેનો પરમાણુ કરાર દાવ પર લાગ્યો હતો. પુસ્તકમાં જણાવ્યા અનુસાર, ત્યારે અતીક સહિત છ અપરાધી સાંસદોને ૪૮ કલાકની અંદર અલગ અલગ જેલોમાંથી ફર્લો પર છોડવામાં આવ્યા હતા. આ છ સાંસદોમાં સમાજવાદી પાર્ટીના તત્કાલિન લોકસભા સાંસદ અતીક અહેમદ હતો. જે તત્કાલિન ઈલાહાબાદ (હવે પ્રયાગરાજ)ના ફુલપુર મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યો હતો.
રાજેશ સિંહ દ્વારા લિખિત અને રુપા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, અતીક એ બાહુબલીમાંથી એક હતો, જેણે યૂપીએ સરકારને પડતી બચાવી હતી. પરમાણુ કરાર કરવાના સરકારના ર્નિણય પર ડાબેરીઓએ ૨૦૦૮ના મધ્યમાં સરકારને આપેલા પોતાના બહારથી સમર્થનને પાછું ખેંચી લીધું. સિંહે લખ્યું છે કે, લોકસભામાં યૂપીએના ૨૨૮ સાંસદો હતા અને અવિશ્વાસ પ્રસ્તાવમાંથી બહાર નીકળવા માટે સરકારને ૪૪ વોટ ઘટતા હતા. પ્રધાનમંત્રી મનમોહન સિંહે, જાે કે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની સરકાર સત્તામાં બની રહેશે. આ ટૂંક સમયમાં સામે આવી ગયું કે, આ વિશ્વાસમત ક્યાંથી આવ્યો હતો. તેમણે લખ્યું છે કે, ત્યારે સમાજવાદી પાર્ટી, અજીત સિંહના નેતૃત્વાળી રાષ્ટ્રીય લોક દળ અને એચડી દેવેગૌડાની જનતા દળે યૂપીએને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમણે આગળ લખ્યું કે, યૂપીએને સમર્થન આપનારા અન્ય સાંસદોમાં આ બાહુબલી નેતા પણ સામેલ હતો. પુસ્તકમાં કહ્યું છે કે, વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ૪૮ કલાક પહેલા સરકારે દેશના કાયદાને તોડનારા છને ફર્લો પર જેલમાંથી બહાર કાઢ્યા હતા, જેથી તે પોતાનું સંવૈધાનિક દાયિત્વને પુરુ કરી શકે. આ બાહુબલી સાંસદો પર કુલ મળીને અપહરણ, હત્યા, વસૂલી, આગ સહિત ૧૦૦થી વધારે કેસ નોંધાયેલા હતા. પુસ્તકમાં જણાવ્યા અનુસાર, આ બાહુબલી સાંસદોમાંથી એક ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ અતીક અહેમદ હતો.
તેણે પોતાનો વોટ આપ્યો હતો અને તે પણ સંક્રગ્રસ્ત યૂપીએના પક્ષમાં. ત્યાં સુધીમાં તો અતીક અહેમદ પોતાની જાતને ક્રાઈમ અને રાજનીતિ બંનેમાં ઢાળી ચુક્યો હતો. અતીક પોતાની ઓળખાણ એક રાજનેતા, કોન્ટ્રાક્ટર, બિલ્ડર પ્રોપર્ટી ડીલર અને ખેડૂત તરીકે બનાવી હતી. પણ તેના વિરુદ્ધ અપહરણ, વસૂલી અને હત્યા સહિતાન ગંભીર ગુના નોંધાયેલ હતા. અતીક અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજની એક હોસ્પિટલ બહાર શનિવાર રાતે હત્યા થઈ ગઈ છે. બંને ભાઈને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.જ્યાં મીડિયાકર્મીના વેશમાં આરોપીઓએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ અગાઉ ૧૩ માર્ચે અતીકનો દીકરો અસદ અને તેના સહયોગી ગુલામનું એસટીએફ દ્વારા એન્કાઉંટરમાં મોત થઈ ગયું હતું.
Recent Comments