fbpx
સૌરાષ્ટ - કચ્છ

૨૦૦૮ ના મારામારી કેસમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશી દોષી જાહેર

મેદરડા કોર્ટે ૧ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

વર્ષ ૨૦૦૮માં મેંદરડામાં થયેલી મારામારીના કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય દોષિત જાહેર કર્યાં છે. જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જાેશીને મેંદરડા કોર્ટે દોષી ઠેરવ્યા છે. ૨૦૦૮ ના કેસમાં કોર્ટે ૧ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભીખા જાેશીએ ઉપલી કોર્ટમાં જવા જામીન અરજી કરી છે. ભીષાભાઈ જાેશી ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારશે. વર્ષ ૨૦૦૮માં પંચાયતના સમયે મારામારી થઈ હતી. ત્યારે ભીખાભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. મેંદરડા કોર્ટે ૧ વર્ષની સજા અને ૫૦૦૦ નો દંડ ફટાકાર્યો છે. તો આ મામલે ભીખાભાઈ જાેશીએ કહ્યું કે, લોકચુકાદો તેને શિરોમાન્ય ગણું છુ.

તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ. ૨૦૦૮માં અમારા ગામમાં એક જ મુસ્લિમ કાકા હતા. હું ગામમાં ઘરે આવ્યો ત્યારે મારી માતાએ વૃદ્ધ કાકા તમને યાદ કરે છે તેવું કહ્યું. તો હું તેમને મળવા ગયો હતો. તેના બાદ તેમનુ નિધન થયું હતું. તેમના દીકરાને મેં સરપંચ બનવા મદદ કરી હતી. તેના બાદ તે હોદ્દાના રુએ ગામને લૂંટવા લાગ્યા. મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડીને મારી સામે કેસ કરાયો હતો. હું ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારીશ. ધારાસભ્યો અને સાંસદો સામેના કેસનો નિકાલ ઝડપી થાય તેવી ગાઈડલાઈનના અનુસંધાને હાલ રાજકારણીઓના કેસોને હાથમાં લેવાયા છે.

તેથી ભીખાભાઈનો કેસ પણ આ અંતર્ગત વહેલો લેવાયો હતો. તો બીજી તરફ, તાજેતરમાં જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીના વિકાસ કાર્યોના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જાેશી જાેવા મળ્યાં હતા. જેને લઇને અટકળો તેજ થઈ હતી કે તેઓ ભાજપમાં જાેડાય છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારી કાર્યક્રમમાં દેખાયા હતા. જાે કે ત્યાર બાદ થોડા સમયમાં પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જાેડાઇ ગયા હતા. ત્યારે ભીખાભાઈ જાેશીના પક્ષપલટાની અફવા પણ ઉડી હતી.

Follow Me:

Related Posts