૨૦૦ કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યુ જ નહિ
દિલ્હી જવા નીકળેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત નેતાઓને કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવાનો વારો આવ્યો મુખ્યમંત્રી માટે ખરીદાયેલું ૨૦૦ કરોડનું પ્લેન સતત ચર્ચામાં અને વિવાદમાં આવતું રહે છે. કોંગ્રેસ પણ અનેકવાર આ પ્લેનને લઈને સવાલો કરી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ સી પ્લેન ન ઉડ્યાના અનેકવાર સમાચાર આવ્યા છે. પરંતું હવે તો મુખ્યમંત્રીનું પ્લેન પણ ઉડતુ નથી. ૨૦૦ કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યુ જ નહિ. જેને કારણે દિલ્હી જવા નીકળેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મહામંત્રી રત્નાકરને કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવાનો વારો આવ્યો.
વાત જાણે એમ હતી કે, બુધવારે સવારે મુખ્યમંત્રી સહિતનો વીવીઆઈપી લોકોનો કાફલો દિલ્હી જવા નીકળ્યો હતો. સરકાર પાસે હાલ ૨૦૦ કરોડનું નવુ પ્લેન છે. જે હજી થોડા સમય પહેલા જ ખરીદવામાં આવ્યુ હતું. પરંતું આ પ્લેન મેઈનટેન્સ ક્લિયરન્સના કારણે ઉડી જ ન શક્યું. પ્લેન ન ઉડતા ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, વિજય રૂપાણી તથા મહામંત્રી રત્નાકરનો દિલ્હી પ્રવાસ અટવાયો હતો. મુખ્યમંત્રી ગુજસેલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક વિમાન ખરાબ છે. તો બીજા વિમાનનો પાઈલટ રજા પર, મુખ્યમંત્રીના પીએએ અધિકારીઓને તતડાવ્યા હતા.
આ પ્લેન ન ઉડતા ગુજરાતના ઓફિસરોએ એર એમ્બ્યુલન્સમાં ફેરવી દેવાયેલા જુના પ્લેનમાં જવાનું નક્કી કર્યું. પરંતુ તે પ્લેનને ઉડાવવા માટે પાયલટ હાજર જ ન હતો. છેવડે દિલ્હીથી ચાર્ટર પ્લેન ભાડે મંગાવવામાં આવ્યુ હતું. જેના બાદ આ મહાનુભાવો દિલ્હી જવા નીકળ્યા હતા. આમ, ગુજરસેલના ગેરવહીવટને કારણે ચારેય મહાનુભાવો એરપોર્ટ પર અટવાયા હતા. આ વાત આટલેથી અટકતી નથી. ભાડેથી લાવવામાં આવેલા ચાર્ટરમાં પણ માત્ર પાંચ મુસાફરોની જ ક્ષમતા હતા. તેથી મુખ્યમંત્રીને સલામતી રક્ષક વગર દિલ્હી જવુ પડ્યુ હતું. આમ, આટલી હદે બેદરકારી તો કેવી રીતે ચલાવી લેવાય. છતાં ગુજસેલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી રહી. જાેકે, ગુજરાત સરકારની એવિયેશન કંપની ગુજસેલનો વહીવટ દિવસે ને દિવસે કથળી રહ્યો છે આ તેનો બોલતો પુરાવો છે.
Recent Comments