૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..
નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ૧૦ સેકન્ડ પહેલાં યેતી એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૫ ભારતીયો સહિત ૭૨ લોકો સવાર હતા. છેલ્લા ૩૦ વર્ષમાં હિમાલયી દેશોમાં આ સૌથી ઘાતક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં ૬૦ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર, આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ યાત્રીની બચવાની આશા ન બરાબર છે. નેપાળમાં દર વર્ષે લગભગ સરેરાશ એક વિમાન દુર્ઘટના થાય છે. વર્ષ ૨૦૧૦ બાદથી નેપાળમાં ૧૧ વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ વર્ષે યેતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું છે.
તે પહેલા નેપાળના મસ્તંગ જિલ્લામાં ગયા વર્ષે ૨૯ મેના રોજ તારા એરલાઈનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં તમામ ૨૨ લોકોનું મૃત્યુ થયું હતું. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા આ વિમાન દુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર, યેતી એરલાઈન્સના છ્ઇ-૭૨ વિમાને કાઠમંડૂના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૧૦.૩૩ વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા બાદ આ વિમાન પોખરામાં જુના અને નવા એરપોર્ટ વચ્ચે આવેલ સેતી નદીની ખાઈમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૧૪ વિદેશી નાગરિક અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૭૨ લોકો સવાર હતા. સોશિયલ મીડિયા પર આ વિમાનના ૨ વિડીયો વાયરલ થઈ રહ્યા છે.
એક વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેની ગણતરીની સેકન્ડો પહેલા વિમાન હવામાં ફંગોળાઈ રહ્યું હતું. વિમાનના એક યાત્રીએ બીજાે વિડીયો ફોનમાં રેકોર્ડ કર્યો હતો. ફોનમાં રેકોર્ડ કરેલ વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, યાત્રી ફોનમાંથી વાદળો બતાવી રહ્યો છે. તે સમયે અચાનક જ આગની જ્વાળાઓ દેખાવા લાગે છે અને અંધારું છવાઈ જાય છે. જ્યાં અનેક ઊંચી ચોટીઓની વચ્ચે સંકરી ઘાટીઓ છે, જ્યાંથી વિમાન વાળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. નેપાળ હિમાલયની ગોદમાં આવેલો એક સુંદર, રમણીય અને પ્રાકૃતિક સુંદરતા ધરાવતો નાનકડો દેશ છે. આ દેશની ટોપોગ્રાફી, લો વિઝિબિલિટી અને વારંવાર બદલાતા વાતાવરણને કારણે વિમાન ઉડાડવા માટેના સૌથી કઠિન વિસ્તારમાંથી એક છે.
આ દેશમાં અનેક હાર્ડ-ટૂ-એક્સેસ એયર સ્ટ્રિપ્સ રહેલા છે, જે પહાડોને કાપીને બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના એર સ્ટ્રિપ્સ પર રનવે નાના હોય છે અને જાેઈએ તેટલી જગ્યા હોતી નથી. બ્લૂમર્ગના એક રિપોર્ટ અનુસાર લુકલાના પૂર્વોત્તરમાં આવેલ તેનજિંગ-હિલેરી એરપોર્ટ દુનિયાના સૌથી જાેખમી એરપોર્ટમાંથી એક છે. જ્યાં માત્ર એક રનવે છે, જેનો ઢાળ ઘાટીની તરફ આવેલો છે. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે વર્ષ ૨૦૧૯માં એક વાયુ સુરક્ષા રિપોર્ટ જાહેર કર્યો હતો. આ સુરક્ષા રિપોર્ટ અનુસાર વેધર પેટર્નનની વિવિધતા અને હોસ્ટાઈલ ટોપોગ્રાફી એ નેપાળમાં વિમાન સંચાલન માટે સૌથી મોટો પડકાર છે. જેના કારણે મોટી સંખ્યામાં નાના વિમાન સાથે સંબંધિત વિમાન દુર્ઘટના સર્જાઈ રહી છે.
નેપાળ એક પહાડી દેશ હોવાને કારણે વારંવાર વાતાવરણ બદલાતું રહે છે. ઘણીવાર આકાશ એકદમ ચોખ્ખુ દેખાય છે, તો અચાનક જ ધુમ્મસ છવાઈ જાય છે. આ કારણોસર વિમાનના પાયલોટ માટે આ એક મોટો પડકાર બની જાય છે. આ પરિસ્થિતિમાં પાયલટે ઉંચાઈ પર આવેલ એર સ્ટ્રિપ્સ પર સેફ લેન્ડિંગ કરવાનું રહે છે. ધુમ્મસના કારણે એર સ્ટ્રિપ્સ દેખાતું નથી, આ કારણોસર આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે. અધિકારીઓ જણાવે છે કે, આ વિમાન દુર્ઘટના ખરાબ વાતાવરણને કારણે નથી સર્જાઈ. દુર્ઘટના સમયે આકાશ એકદમ ચોખ્ખુ હતું. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ હ્લઙ્મૈખ્તરંઇટ્ઠઙ્ઘટ્ઠિ૨૪ એ એક ટિ્વટ કર્યું હતું. આ ટિ્વટમાં જણાવવામાં આવ્યું છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જેમાં જૂનું ટ્રાંસપોંડર હતું.
નેપાળમાં મોટાભાગની વિમાન દુર્ઘટના સુરક્ષા સંબંધિત પરિબળોને કારણે થાય છે. એક રિપોર્ટ અનુસાર નેપાળની એરલાઈન્સ કંપનીઓ નવા વિમાન ખરીદતી નથી, પરંતુ અન્ય દેશોની એરલાઈન્સ પાસેથી સસ્તા ભાવે જૂના વિમાન ખરીદે છે. ત્યારબાદ તે વિમાનની સર્વિસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય ટેકનોલોજી ન હોવાને કારણે આ પ્રકારની દુર્ઘટના થાય છે. આ જૂના વિમાનોમાં આધુનિક ટેકનિકયુક્ત વેધર રડાર પણ નથી. આ કારણોસર પાયલટને વાતાવરણની યોગ્ય જાણકારી મળતી નથી.
Recent Comments