૨૦૧૭નું પુનરાવર્તન કરવા સૌરાષ્ટ્ર કચ્છના ૧૦ ઉમેદવારના નામ જાહેર, અર્જુન મોઢવાડીયાને અપાઇ ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે આજે પોતાની પ્રથમ યાદીમાં ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સૌરાષ્ટ્રના ૧૦ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની કુલ ૮ બેઠકો પૈકી ૩ બેઠક પરથી ઉમેદવારના નામોનો સમાવેશ પ્રથમ બેઠકમાં કરી દેવામાં આવ્યો છે જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દક્ષિણ અને જસદણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અર્જુન મોઢવાડીયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે. ૧૯૯૭ થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલ છે. વર્ષ ૨૦૦૨થી આજ દિવસ સુધી સુધીમાં ૫મી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે જેમાંથી બે વખત તેઓ વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી જયારે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી વિપક્ષનેતા પણ રહી ચુક્યા છે.
સુરેશ બથવાર રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર છે. જેમને અભ્યાસ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે જેઓ પીજીવીસીએલમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીયર તરીકે ફરજ બજાવતા હતા જાે કે રાજકારણમાં પાછલી વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી કરતા પીજીવીસીએલની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી જાે કે તેમને પાછલી વખતે પાર્ટીએ ટિકિટ આપી ન હતી અને બાદમાં રાજકોટ મહાનગર પાલિકાની વોર્ડ નં.-૧૧માંથી ચૂંટણી લડ્યા હતા. જાે કે તેમાં તેમની હાર થવા પામી હતી. ત્યારે હવે રાજકોટ ગ્રામ્ય બેઠક પર અનુસૂચિત જાતિનું પ્રભુત્વ હોવાથી તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. તેઓ કોલેજ કાળથી એનએસયુઆઈ સાથે તેમજ યુવક કોંગ્રેસ સાથે જાેડાયેલ છે. ૧૯૯૯થી આજ દિવસ સુધી તેઓ કોંગ્રેસના કર્તવ્ય નિષ્ઠ કાર્યકર રહ્યા છે.
દશ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય પણ રહી ચુક્યા છે. હિતેશ વોરા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર છે. તેઓ પાટીદાર સમાજનો ચહેરો છે. વર્ષ ૧૯૯૫થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે જયારે યુવાવસ્થામાં તેઓ યુથ કોંગ્રેસના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ રહી ચુક્યા છે. જયારે કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના ૩ વખત ડિરેક્ટર રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી રહી ચુક્યા છે. ભોળા ગોહિલ જસદણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ભોળાભાઇ ગોહિલ વર્ષ ૨૦૧૨માં આ જ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા જે બાદ ભાજપમાં જાેડાયા હતા પરંતુ કુંવરજીના ભાજપ પ્રવેશ બાદ તુરંત તેઓએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. આ બેઠક પર ૩૫% કોળી મતદારોનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસે વિસ્તારની સમસ્યા અને ભૌગોલિક સ્થિતિથી વાકેફ ભોળાભાઈ ને ટિકિટ આપવાનું નક્કી કરતા રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠકમાંથી એક એવી જસદણ બેઠક પર હવે જાે કુંવરજીને રિપીટ કરવામાં આવે તો કાંટે કી ટકર જરૂર જાેવા મળી શકે તેમ છે. જામનગરમાં બિપેન્દ્રસિંહ જાડેજાને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળી છે તે જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અને ક્ષત્રિય હોવાથી આ બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ વધુ છે સામે ભાજપ પણ કોઈ ક્ષત્રિય મેદાનમાં ઉતારશે તે વાત નક્કીગુજરાત પ્રદેશના મહામંત્રી ચાલુ છેઅનેક વખત ચૂંટણીમાં આર મેળવેલા અર્જુન મોઢવાડિયાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે વિરોધ પક્ષના નેતા તરીકે ગુજરાતમાં ભૂમિકા ભજવેલા અર્જુન મોઢવાડિયા ફરી વિધાનસભા લડશે. ભાવનગરના મહુવામાં કનુ કળસરિયા એક કોમન મેન તરીકે વ્યક્તિત્વ ધરાવે છે
અને એક સમયે તેને ભાજપ સામે બાથ ભીડી હતી જેને ટિકિટ આપવામાં આવી છેકનુભાઈ કળસરિયા સારુ પ્રભુત્વ ધરાવે છે ભાજપમાં બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કેશુભાઈ તેની ઘરે જતા હતા..પછી ભાજપ સામે મોરચો માંડ્યો હતો. માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે તો અંજાર અને ગાંધીધામમાં રમેશ ડાંગર અને ભરત સોલંકી ને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરતા ભાજપ દર વખતે ફાવી જાય છે હવે તે કોઈ સીટ ઉપર લિસ્ટ નહીં લે અને જાે કોઈનું નામ નક્કી થયું હશે તો પણ તે આમાંથી અનેક નામ સાંભળી અને નામો ફેરવી તોડશે
Recent Comments