રાષ્ટ્રીય

૨૦૨૩ વર્ષના છેલ્લાં સત્રની ઘટાડા સાથે શરૂઆત થઇમુખ્ય બજાર સૂચકાંકો લાલ નિશાન નીચે ખુલ્યા

આજે શુક્રવારે પણ ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ નબળાઈ જાેવા મળી છે. મુખ્ય બજાર સૂચકાંકો લાલ નિશાન નીચે ખુલ્યા છે. વૈશ્વિક સંકેતો ન્યુટ્રલ છે. ય્ૈંહ્લ્‌ નિફ્ટી ૨૧૯૦૦ ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ સામાન્ય ઉછાળો જાેવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ ૩૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨,૪૧૦ પર બંધ થયો હતો..

વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે અને જાન્યુઆરી સિરીઝની શરૂઆતમાં વૈશ્વિક સંકેતો મિશ્ર જાેવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અને યુએસ ફ્યુચર્સ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકન બજારોમાં ગઈ કાલે વધારે એક્શન જાેવા મળી ન હતી. અમેરિકી બજારમાં સતત ૯મા સપ્તાહે ઉછાળો જાેવા મળ્યો હતો. જીશ્ઁ ૫૦૦ ઈન્ડેક્સ જાન્યુઆરી ૨૦૨૨ના રેકોર્ડ હાઈથી માત્ર ૦.૩% દૂર છે. જીશ્ઁ ૫૦૦ ઇન્ડેક્સ આ વર્ષે લગભગ ૯૫૦ પોઈન્ટ વધ્યો છે.. દરમિયાન આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જાેવા મળી રહ્યો છે. ય્ૈંહ્લ્‌ દ્ગૈંહ્લ્‌રૂ ૫.૫૦ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

તે જ સમયે, નિક્કી લગભગ ૦.૪૨ ટકા ઘટીને ૩૩,૫૩૯.૬૨ની આસપાસ જાેવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં ૧.૪૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.. તાઈવાનનું બજાર ૦.૧૧ ટકા વધીને ૧૭,૯૧૦.૩૭ પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ ૨.૪૬ ટકાના વધારા સાથે ૧૭,૦૪૩.૫૩ ના સ્તર પર જાેવા મળી રહ્યો છે. કોસ્પી ૧.૫૭ ટકા સાથે કારોબાર કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ ૨,૯૫૪.૭૦ ના સ્તરે ૧.૩૬ ટકાનો વધારો દર્શાવે છે..
ભારતીય શેરબજારની શરૂઆતની બેલ (૨૯ ડિસેમ્બર ૨૦૨૩)
સેન્સેક્સ ઃ ૭૨,૩૫૧.૫૯ -૫૮.૭૯ (૦.૦૮૧%)
નિફ્ટી ઃ ૨૧,૭૩૭.૬૫ -૪૧.૦૫ (૦.૧૯%).

Related Posts