૨૦૨૪માં ISRO-NASA લોન્ચ કરશે સંયુક્ત મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતને લઈને એક મોટી સમજૂતી થઈ છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે ભારત અને અમેરિકાએ આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, ૈંજીઇર્ં અને દ્ગછજીછ ૨૦૨૪ માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સંયુક્ત મિશન શરૂ કરવા માટે સંમત થયા છે. જાે બાયડન એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. અમેરિકાની ઓવલ ઓફિસમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન વચ્ચેની બેઠકના થોડા કલાકો પહેલા આ અધિકારીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા અવકાશ પર આર્ટેમિસ સંધિ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જે માનવજાતના લાભ માટે અવકાશ સંશોધન માટે છે.
આર્ટેમિસ એગ્રીમેન્ટ વર્ષ ૨૦૨૦ માં નાસા દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. આર્ટેમિસ કરાર શું છે? આર્ટેમિસ કરાર નાગરિક અવકાશ સંશોધન પર સમાન વિચાર ધરાવતા દેશોને એકસાથે લાવે છે. આર્ટેમિસ કરાર ૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત છે. આર્ટેમિસ સંધિ એ બિન-બંધનકર્તા સિદ્ધાંતોનો ‘સેટ’ છે જે ૨૧મી સદીમાં નાગરિક અવકાશ સંશોધનને માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. અમેરિકા ૨૦૨૫ સુધીમાં ફરી એકવાર ચંદ્ર પર માનવ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનો હેતુ મંગળ અને અન્ય ગ્રહો સુધી અવકાશની શોધ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે બંને દેશોની એજન્સીઓ, નાસા અને ઈસરો ૨૦૨૪માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સંયુક્ત અવકાશ મિશન લોન્ચ કરવા માટે સંમત થયા છે.
Recent Comments