fbpx
ગુજરાત

૨૦૨૫ – આંતરરાષ્ટ્રિય સહકારીતા વર્ષ૧૩૦ વર્ષના ઈતિહાસમા પ્રથમવાર ઈફકો–ભારતના યજમાનપદેતા. ૨૫ થી ૩૦ નવેમ્બર ગ્લોબલ કોન્ફરન્સદિલ્હી ખાતે વૈશ્વિક સહકાર સંમેલન

ભારતને ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ કદમ ભૂતાનના વડાપ્રધાન, ફીજીના નાયબ વડાપ્રધાન, સંયુકત રાષ્ટ્ર આર્થિક પરિષદના
અધ્યક્ષ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ સહિત અંદાજીત ૧૫૦૦ મહેમાનો ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ ટપાલ ટીકીટની પ્રસિધ્ધી, ૧૦૦૦૦ વૃક્ષોનું વાવેતર, સંપુર્ણ ભારતીય વ્યંજન,નિતી અને ઉદ્યોગ સાહસિકતા, ઈકોસિસ્ટમ પુનઃનિર્માણ સહકારી ઓળખ, નેતૃત્વ નિર્માણ, ૨૧–મી સદી સૌની સમૃધ્ધિ દેશના ૧૩૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હી ખાતે વૈશ્વિક સહકાર સંમેલન યોજાય રહેલ છે જેમા ભૂતાનના વડાપ્રધાન, ફીજીના નાયબ વડાપ્રધાન, સંયુકત રાષ્ટ્ર આર્થિક પરિષદના અધ્યક્ષ સહિત અંદાજીત ૧૫૦૦ મહેમાનો ઉપસ્થિત રહેશે. જેનું યજમાન ઈફકો–ભારત છે. સહકાર દ્વારા સમૃધ્ધીના વિશ્વમંત્ર ના મંચ પરથી
ભારતીય સહકારીતાને મજબુત અને પ્રતિષ્ઠાવાન બનાવી છે. જેમાં ભારતના જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સહકાર દ્વારા સમૃધ્ધીના સ્વપ્નને પ્રથમ કેન્દ્રીય સહકારમંત્રી અમીતભાઈ શાહના નેતૃત્વમાં વૈશ્વિક ઓળખ મળી છે. ન્યુ દિલ્હી ખાતે તા. ૨૫ થી ૩૦ નવેમ્બર–૨૦૨૪ વૈશ્વિક સહકાર સંમેલન ભારતની અર્થ વ્યવસ્થાને ૫ ટ્રીલીયન ડોલર તરફ લઈ જવાનું પણ એક કદમ બની રહેશે.

તકે વિશીષ્ટ ટપાલ ટીકીટ પ્રસિધ્ધ થશે. સંમેલન સંપુર્ણ પ્રકૃતિ આધિન બની રહે તે માટે ૧૦૦૦૦ થી પણ વધુ પીપળાના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. આ સહકાર સંમેલન મુખ્ય ચાર પાયા પર કામ કરશે જેમાં નિતી અને ઉદ્યોગ સાહસીકતા, ઈકો સીસ્ટમ પુર્ણ નિર્માણ, સહકારી ઓળખ, નેતૃત્વ નિર્માણ અને ૨૧–મી સદી સૌની સમૃધ્ધી મુખ્ય રહેશે. આ કાર્યક્રમમાં વૈશ્વિક પરિષદનો ઉદેશ સહકારી સંસ્થાઓને લોકો કેન્દ્રીત હેતુ સંચાલીત સંસ્થા તરીકે પ્રોત્સાહીત કરવાનો અને સહકાર ને પ્રેરણા આપવાનો છે. યુવાનો ને ને સહકારકી મંડળી તરફ આકર્ષિત કરવા અને તેમની યુવા શકિતને સહકારના માધ્યમમાં સર્મપીત કરવા તરફ ભાર મુકાશે. સહકારી ક્ષેત્રમાં વધુમાં વધુ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. રાષ્ટ્રિય–આંતરરાષ્ટ્રિય સહકારી માળખુ અનેક વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ છે જેમા સહકારી તાલીમ, યોજનાઓનું અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે યોજાય છે. ભારતના યજમાન પદે આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સ દેશના પાટનગર દિલ્હી ખાતે આગામી ૨૫– નવેમ્બરના રોજ યોજાશે તેમ અખબારી યાદીમાં જાણાવેલ છે.

Follow Me:

Related Posts