fbpx
રાષ્ટ્રીય

‘૨૦૩૬ ઓલિમ્પિક્સના આયોજનમાં ભારત કોઈ કસર છોડશે નહીં’ : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ૈર્ંંઝ્ર)ના ૧૪૧મા સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ચાલીસ વર્ષ પછી ભારતમાં ૈર્ંંઝ્ર સત્રનું આયોજન કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ અવસર પર તેમણે કહ્યું કે ગત ઓલિમ્પિકમાં ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં પૂર્ણ થયેલી એશિયન ગેમ્સમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. તે પહેલા યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ આપણા યુવા ખેલાડીઓએ નવા રેકોર્ડ બનાવ્યા છે.

વડાપ્રધાને કહ્યું, ‘ભારત તેની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવાના પ્રયાસોમાં ભારત કોઈ કસર છોડશે નહીં. આ ૧૪૦ કરોડ ભારતીયોનું સપનું છે. અમે તમારા સહયોગથી આ સપનું પૂરું કરવા માંગીએ છીએ. અમે ૨૦૨૯ યુથ ઓલિમ્પિકની યજમાની કરવા આતુર છીએ. ઁસ્ એ કહ્યું મને ખાતરી છે કે ભારતને ૈર્ંંઝ્ર તરફથી સતત સમર્થન મળશે. આ અવસર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બેચે કહ્યું, ‘મુંબઈમાં આયોજિત ૧૪૧મા ૈર્ંંઝ્ર સત્રમાં આપ સૌનું સ્વાગત કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. અમે ભારતમાં આવીને ખૂબ જ ખુશ છીએ – એક એવો દેશ જે ઓલિમ્પિક ગેમ્સ સહિત અનેક રીતે આગળ વધી રહ્યો છે. આજે અહીં તમારી (ઁસ્ મોદી) હાજરી એ તમારા દેશમાં ઓલિમ્પિક ગેમ્સના વધતા મહત્વનો પુરાવો છે. અમારું ૈર્ંંઝ્ર સત્ર યોજવા માટે ભારત ખરેખર એક પ્રેરણાદાયી સ્થળ છે, બેચે કહ્યું. તેમણે કહ્યું કે આ એક એવો દેશ છે જે ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે ગૌરવશાળી ઈતિહાસ અને ગતિશીલ વર્તમાનને જાેડે છે. દરમિયાન, ઉદ્યોગસાહસિક નીતા અંબાણીએ કહ્યું, ‘આજે વિશ્વને પહેલા કરતા વધુ ભાઈચારા અને એકતાની જરૂર છે. આ યુદ્ધના મેદાનમાં થઈ શકતું નથી, તે ફક્ત રમતના મેદાનમાં જ થઈ શકે છે.

Follow Me:

Related Posts