૨૦ નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે અમેરિકાથી આવ્યું ઓક્સિજન, પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા
જાસપુર ઉમિયાધામથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે
કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-ેંજીછની ટીમે ૯ કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી જેનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. ૩૩૫ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
આજે સવારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી. ઝડપથી લોકો આ મહામારીથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આજે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત ૨૦ જેટલા નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે.
રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, ૧૫ બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ અમદાવાદ આવ્યા છે.
Recent Comments