૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ પ્રચાર પડઘમ શાંત, ૨૨૭૬ ઉમેદવારો મેદાન
૧૪૪ વોર્ડમાં ૨૨૭૬ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં આમને-સામને
રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શુક્રવાર સાંજે ૫ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત ગયો હતો. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ સહીત રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. આ છ શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં અને સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જાેડાશે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં ૨૧ તારીખે મતદાન છે. ત્યારે કુલ ૧૪૪ વોર્ડમાં ૨૭૬ ઉમેદવારો ચૂંટણી મેદાને છે આ ૨૨૭૬ ઉમેદવારોનું ભાવિ ૨૧ ફેબ્રુઆરીના રોજ ઈવીએમ મશીનમાં સીલ થશે. લોકો મતદાનનો ઉપયોગ કરશે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના બે વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ ૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનના બે વોર્ડની પેટા ચૂંટણીમાં ૧૪ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ત્રણ અમાન્ય રાખવામાં આવી છે અને ૧૧ ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે જ્યારે એક બેઠક બિનહરીફ પણ જાહેર થઈ છે જે અમદાવાદ કોર્પોરેશનની છે. જ્યારે ૯૨ જેટલા ઉમેદવારોએ તેઓના ફોર્મ પરત ખેંચ્યા હતા. રાજકીય પક્ષોની જાે વાત કરવામાં આવે તો ૬ કોર્પોરેશનમાં દસ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કાૅંગ્રેસ), આમ આદમી પાર્ટી(આપ), નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (એસપી) જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (એઆઈએમઆઈએમ) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારોએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.
૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગર પાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં કુલ ૧,૧૪,૬૭,૩૫૮ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ ૬૦,૬૦,૫૪૦ જેટલા પુરુષો અને ૫૪,૦૬,૨૭૯ મહિલા મતદાર અને ૫૩૯ ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ ૧,૧૪,૬૭,૩૫૮ જેટલા મતદારો ૬ કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર ૨૦૪ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ ૧,૧૪,૬૭,૩૫૮ જેટલા મતદારો ૬ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.
Recent Comments