૨૨ નવેમ્બર સુધી જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન કરાશે
ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાનાં હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોર્ટસના અભિયાનની નવતર પહેલ અંતર્ગત ૧ નવેમ્બરથી ૨૨ નવેમ્બર સુધી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટસપ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરાશે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેઈજ, યુ ટ્યુબ ચેનલ, રેડીઓ ક્વીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર દિવાળી” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૨૨/૧૧/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી ત્રણ ચિત્રોની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.
જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/ તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ અંગે વધુ માહિતી માટે રમત ગમત કચેરીનો ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments