૨૪ કલાકમાં ૫૪,૦૬૯ નવા કરોનાના કેસઃ કુલ એક્ટિવ કેસ ૬.૨૭ લાખ

ભારતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ૫૦ હજારની અંદર પહોંચ્યા પછી તેમાં બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે કોરોનાના નવા કેસ ૪૨,૬૪૦ નોંધાયા હતા, જે પછી મંગળવારે ૫૦,૮૪૮ નવા કેસ નોંધાયા અને ગઈકાલે તેમાં વધારો થયો છે. ડેલ્ટા પ્લસ કેસની સંખ્યા મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં વધુ જાેવા મળતા કેન્દ્ર સરકારે તકેદારીના પગલા ભરવા માટે સૂચન કર્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૪,૦૬૯ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા કેસનો આંકડો ૫૦ હજારની અંદર પહોંચી ગયો હતો. ૨૪ કલાકમાં વધુ ૧,૩૨૧ દર્દીઓના મોત થયા છે.
ભારતમાં કોરોનાના વધુ ૬૮,૮૮૫ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૯૦,૬૩,૭૪૦ થઈ ગઈ છે. કોરોનાના કુલ સંક્રમણની સંખ્યા મંગળવાના નવા કેસ સાથે ૩ કરોડને પાર થઈ ગઈ હતી, જેની કુલ સંખ્યા ૩,૦૦,૮,૭૭૮ થઈ ગઈ છે. ૧૩૨૧ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩,૯૧,૯૮૧ થઈ ગયો છે.
કોરોનાના સાજા થતા દર્દીઓની સંખ્યા નવા કેસની સામે વધુ નોંધાતી હોવાથી એક્ટિવ કેસનો ઘટીને ૬,૨૭,૦૫૭ થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૬.૬૧% થયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૫% કરતા નીચે ૩.૦૪% રહ્યો છે. આ સિવાય દૈનિક પોઝિટિવીટી રેટમાં સામાન્ય વધારો થતા તે ૨.૯૧% થઈ ગયો છે. ગઈકાલે દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૬૭% નોંધાયો હતો.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોના સામે લડવા માટે રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કુલ ૩૦,૧૬,૨૬,૦૨૮ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૩ જૂન સુધીમાં કુલ ૩૯,૭૮,૩૨,૬૬૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૮,૫૯,૪૬૯ સેમ્પલ લેવામાં આવ્યા છે.
Recent Comments